વોશિંગ્ટન: યુએસના એક વરિષ્ઠ સેનેટ સભ્યએ કહ્યું હતું કે, અનેક મુદ્દાઓને લઈને વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે ચાલી રહેલા શાબ્દિકના યુદ્ધની વચ્ચે ચીનના 'આધિપત્યની મહત્વાકાંક્ષાઓને' નાથવામાં ભારત મદદરૂપ થશે.
અમેરિકા અને ચીનમાં કોરોના વાઈરસની ઉત્પત્તિ, હોંગકોંગમાં બેઇજિંગની કાર્યવાહી અને વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની આક્રમક લશ્કરી પ્રવૃત્તિને લઈને બંને દેશ વચ્ચે રસાકસી ચાલી રહી છે.
આ અંગે ટેક્સાસના રિપબ્લિકન સાંસદ, જ્હોન કોર્નિને ગુરુવારે ટિ્વટ કર્યું હતું કે 'એક સમૃધ્ધ, એક શક્તિશાળી અને લોકશાહી દેશ ભારત, ચીનના વર્ચસ્વની મહત્વાકાંક્ષાઓને નિષ્ફળ બનાવવામાં મદદરૂપ થશે.