અમેરિકા: ટ્રમ્પે 110 દિવસમાં તેમની પ્રથમ રેલી તુલસા, ઓકલાહોમામાં કરી હતી. જે કોવિડ-19 મહામારી વચ્ચે અત્યારસુધીમાં દુનિયાની સૌથી મોટી ઈન્ડોર સભા હતી. આપને જણાવી કે, વાઈરસના કારણે અમેરિકામાં 120,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 4 કરોડ લોકો બેરોજગાર થયા છે.
ટ્રમ્પની 'કમબેક રેલી'માં હજારો સીટ ખાલી રહેશે, સ્ટાફના 6 સભ્યો કોરોના પોઝિટિવ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાની મહામારી વચ્ચે શનિવારે તેમની કમબેક રેલી લોન્ચ કરી છે. તેમણે જાહેરાત કરી કે મારૂં બહુમત પહેલાથી વધુ મજબુત છે. રાજનીતિક અભિયાન માટે આયોજિત રેલીમાં હજારો ખાલી સીટ જોવા મળી હતી. જેમાં અભિયાનના સ્ટાફમાં કોરોના વાઈરસના લક્ષણ મળ્યા હતા.
Trump rally
સ્ટેજ પર આવી ટ્રમ્પે કહ્યું અમે અમારા અભિયાનની શરુઆત કરીએ છીએ. તેમણે કહ્યું કે, મને બહુમત પહેલાથી વધુ મજબુત છે. રેલી પહેલા ટ્રંપ અભિયાનના 6 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભિયાનના સંચાલક નિદેશક ટિમ મુર્ટોએ કહ્યું કે, ક્વોરન્ટાઈન પ્રકિયાનું પાલન કરાયું હતું. જેથી કાર્યક્રમમાં સંક્રમિતો અને તેમના સંપર્કમાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યા ન હતા.