નવીનતા ફક્ત ઇલેક્ટ્રિક વાહનોની જેમ જ નહીં પણ ઘણા સ્વરૂપોમાં પણ થયું છે. સામાજિક નવીનતા જરૂરી છે, જેમ કે નાગરિકો દ્વારા પ્રદુષણને દૂર કરાવા માટે ચલાવવામાં આવતો આંદોલન. તેમણે અફરોજ શાહનું ઉદાહરણ આપ્યું, જે મુંબઈમાં વિશ્વના સૌથી મોટા દરિયાના કિનારાને સાફ કરવા માટે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
નીતિ નવીનતા પણ ખૂબ જરૂરી
અહીં 11 થી 15 માર્ચ સુધી ચાલતું ચોથુ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ મહાસભાની શરૂઆતમાં મસૂયાએ IANS સાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, નીતિ નવીનતા પણ ખૂબ જરૂરી છે, અને અમે જોઈ રહ્યા છે કે ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2022 માં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાની ભારતની મોટી જાહેરાત આ દિશામાં એક પગલું છે.
મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ
વાર્ષિક સભામાં ખાદ્ય પ્રવાહીને રોકવા, અર્થવ્યવસ્થાઓથી કાર્બનીકરણને પ્રોત્સાહન આપવું, મહાસાગરોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા જેવી અન્ય મહત્વપૂર્ણ પડકારોને દૂર કરવા વાતચીત થઈ શકે છે.
પ્રદૂષણના ઉકેલમાં યોગદાન
તંજાનિયાની માઇક્રોબાયોલોજીસ્ટ અને પર્યાવરણ વૈજ્ઞાનિક મસૂયાનુ માનવું છે કે, બધા પ્રદૂષણના ઉકેલમાં યોગદાન આપી શકે છે.
બિન પ્રદૂષણકારી ઉત્પાદન
આ દરમિયાન હાલ લોકોમાં પોતાની આદતો અને નાગરીક સમાજ અભિયાનને બદલવાનું ભારે દબાણ ઊભું થયું છે. જેથી તેઓ બિન પ્રદૂષણ ઉત્પાદન તરફ ઘ્યાન આપવા મજબૂર થઈ શકે, જે હાલના સમયમાં ગ્રાહકોની માંગ છે.
સરકાર દ્વારા એક શાનદાર પગલું ભરવામાં આવ્યું
પ્લાસ્ટિકનો ફક્ત એક જ વખત ઉપયોગ કરવાના નિર્ણયની ભારતીય પહેલની સરાહના કરતા સુંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યવાહક કાર્યકારી નિર્દેશકે કહ્યું કે, ભારતની 2022 સુધી પ્લાસ્ટિકને એક વખત ઉપયોગમાં લેવાના નિયમને એક શાનદાર પગલું ગણાવ્યું હતું.
પ્લાસ્ટિકની વસ્તું ખતમ કરવાનો સંકલ્પ
ભારતે 6 જૂન 2018માં એટલે કે, વિશ્વ પર્યાવરણ દિવસ પર વર્ષે 2022 સુધી કેરી બેગ, સ્ટ્રો અને પાણીની બોટલો જેવી વસ્તુઓને એક વાર ઉપયોગ કર્યા બાદ ફરી તેનો ઉપયોગ કરવો નહીં તેવો સંકલ્પ કર્યો હતો. વર્ષ 2022 દેશની સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થાય છે.