સૂત્રોના જણાવ્યા અનુસાર જુબ્બાલેંડ રાજ્યના અધ્યક્ષ અહમદ મડોબેએ કહ્યું કે, આ આતંકી હુમલામાં કેન્યા, કેનેડા, અમેરિકા અને તંજાનિયાના 10 વિદેશી માર્યા ગયા છે. અલ શબાબના એક આત્મઘાતી હુમલાવર શુક્રવારની રાત્રે વિસ્ફોટકોથી ભરેલું વાહન હોટેલમાં લઈને આવ્યો હતો, ત્યારબાદ હથિયારો સાથે કેટલાક બંદૂકધારી ગોળીબારી કરતા હોટેલમાં ઘુસી ગયા હતા.
સોમાલિયાની હોટલમાં આતંકી હુમલો, 26ના મોત - gujaratinews
મોગાગિશુ: સોમાલિયાના બંદરગાહ શહેરના કિસ્માયોના એક હોટેલમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. જ્યારે 56 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ હોટેલમાં નેતા અને સ્થાનિક અધિકારી આવ્યા હતા. જુબ્બાલેંડ સુરક્ષાબળો દ્વારા તેમાંથી ત્રણની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ચોથો આત્મઘાતી હુમલાવર હતો. હોટેલમાં રહેલા ત્રણ કેન્યાઈ, ત્રણ તંજાનિયન, બે અમેરિકન, એક-એક- કનાડાઈ અને એક બ્રિટનના નાગરિક માર્યા ગયા ગતા.
સોમાલી પત્રકાર સંઘે માહિતી આપી છે કે, આ હુમલામાં બે પત્રકાર પણ સામેલ હતા. સોમાલી જર્મનાલિસ્ટ્સ સિન્ડિક પ્રમાણે, કિસમાયોમાં સ્થિત SBC ટીવી પત્રકાર મોહમ્મદ ઉંમરની સાથે એક ટીવીના સંસ્થાપક હોડાન નલેયેહ પણ આ હુમલામાં માર્યા ગયા હતા. અલ-ફાયદા સાથે જોડાયેલા આતંકવાદી સમૂહે આ હુમલાની જવાબદારી લીધી છે.