નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાંડાના રાષ્ટ્રપતિ પૌલ કાગમે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે કાગમેના નેતૃત્વ હેઠળના સંકટના અસરકારક સંચાલન અને પડકાર સામે લડવામાં લોકોના દ્રઢ સંકલ્પની પણ પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ રવાંડાને કોરોના સામે લડવામાં સહકાર આપવાની ખાતરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાંડાના રાષ્ટ્રપતિ પૌલ કાગમે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે કાગમેના નેતૃત્વ હેઠળના સંકટના અસરકારક સંચાલન અને પડકાર સામે લડવામાં લોકોના દ્રઢ સંકલ્પની પણ પ્રશંસા કરી હતી.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ કાગમેને આશ્વાસન આપ્યું કે, ભારત કોરોના વૈશ્વિક મહામારીમાં સંકળાયેલા આફ્રિકન દેશને તબીબી સહાય તેમજ સહયોગ આપશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદીએ વર્ષ 2018માં રવાંડાની લીધેલી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ વૈશ્વિક મહામારીને કારણે સ્વાસ્થ્ય પ્રણાલીઓ અને અર્થવ્યવસ્થા સામેના પડકારો અંગે ચર્ચા કરી હતી. તેઓએ મુસીબતને પહોંચી વળવા અને લોકોની સુખાકારી માટે બંને દેશોમાં લેવામાં આવેલા પગલાંઓ વિશે પણ માહિતી શેર કરી હતી.