જોહનિસબર્ગ: કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે અન્ય આફ્રિકન દેશોએ લોકડાઉન અને કર્ફ્યુ જેવા પગલા લઇ રહ્યાં છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ પણ સેનાની દેખરેખ હેઠળ શુક્રવારથી દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે.
શુક્રવારે મધ્યરાત્રિથી આવતા ત્રણ અઠવાડિયા સુધી અમલમાં રહેલી લોકડાઉનને કારણે દેશભરના લગભગ 5.7 કરોડ લોકોને તેમના ઘરમાં રોકાવાની ફરજ પડશે.
કેન્યા, રવાંડા અને માલીમાં કોરોના વાઇરસના કેસ વધવાને કારણે તેના ચેપને ફેલાતો રોકવા માટે પ્રતિબંધ લાગુ કર્યા છે. અત્યાર સુધીમાં, આફ્રિકન દેશોમાં ચેપના 3,203 કેસ નોંધાયા છે, જ્યારે 87 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, પશ્ચિમ એશિયા અને યુરોપ કરતા આફ્રિકામાં ચેપની સંખ્યા ઘણી ઓછી છે.
જોહનિસબર્ગની બહાર સોએટો શહેરમાં સૈન્ય મથક પરથી સૈન્ય તૈનાત કરતા પહેલા રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું હતું કે "હું તમને મોકલી રહ્યો છું જેથી તમે જઈને અમારા લોકોને કોરોના વાઇરસથી બચાવી શકો."