સંતરામપુર તાલુકાના અજણવા ગામે ખેડૂતે આવેશમાં આવી તેને ઝેરેલા સાપને બચકા ભરી લીધા હતા. અજાણવા ગામના 70 વર્ષીય પર્વત ગુલાબ બારીયા નામના ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ઝેરી સામે પર્વત ભાઈના હાથના ભાગે ડંખ મારી દેતા પર્વત ભાઈનો પીતો ગયો અને આવેશમાં આવી ગયા ડંખ મારી ભાગતા ઝેરી સાપને તરત જ પકડી પોતાના મોઢામાં નાખી બચકા ભરવા લાગ્યા હતા.
વિચિત્ર ઘટના: ખેડૂતને ઝેરી સાપે ડંખ માર્યો, તો આવેશમાં આવી ખેડૂતે સાપને જ બચકા ભર્યા... - mahisagar
સંતરામપુરઃ શુ તમે સાંભળ્યું છે કે, માણસ સાપને કરડયો? આ સાવલ સાંભળતા જ તમે અચંબામાં મુકાય જશો કે, આવું તે કઈ હોતું હશે ! હા આવી ઘટના બની છે. આવેશમાં આવી એક ખેડૂતે એવી તે હદ વટાવી કે, તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના સંતરામપુરના અંજણવા ગામની છે. જ્યારે ખેડૂતને સાપે ડંખ મારતા આવેશમાં ખેડૂતે સાપને જ બચકા ભરી લીધા હતા.
સ્પોટ ફોટો
બનાવની જાણ સાથે પરિજનો ખેતરમાં દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સેવા 108ની મદદ લઇ લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર માટે બીજી હોસ્પીલટમાં લઈ જવાની જરૂર પડતા પરિવારે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. આ તરફ ખેડૂતને ડંખ મારનાર ઝેરી સાપને પરિજનોએ સળગાવી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
Last Updated : May 5, 2019, 11:02 AM IST