વેલિંગ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ મૅચની સીરિઝના પ્રથમ મુકાબલાના બીજા દિવસની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ સત્રમાં જ ન્યૂઝીલેન્ડના બૉલરો ભારતીય બેટ્સમૅનને પવેલિયન મોકલવામાં સફળ થયા છે. ભારત 165 રનમાં ઑલ આઉટ થઇ ગયું છે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 51 રનની લીડ સાથે 216 રન બનાવ્યા છે અને 5 વિકેટ ગુમાવી છે.
NZvsIND: બીજો દિવસની રમત પૂર્ણ: ન્યૂઝીલેન્ડની 216 રન ઉપર 5 વિકેટ
બીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતી ટીમ 165 રનમાં ઑલ આઉટ થઇ છે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ 51 રનની લીડ સાથે 216 રન બનાવ્યાં છે.
ભારતની ઇનિંગની વાત કરવામાં આવે તો, રહાણે અને પંતે બીજા દિવસની શરૂઆત કરી હતી, ત્યારબાદ એક રન લેવામાં બન્ને ખેલાડી કોમ્યુનિકેશન સાધી શક્યા નહીં. જેના કારણે પંત આઉટ થયો હતો. રહાણે સાથે ઇનિંગને આગળ લાવવા માટેની જવાબદારી અશ્વિન પર આવી, પરંતુ તે આવતાની સાથે આ આઉટ થયો હતો.
અશ્વિન બાદ રહાણેને સાથ આપવા માટે ઈશાંત શર્મા અને શમી આવ્યાં હતાં. જેમણે થોડા રન ઉમેરવામાં મદદ કરી હતી. આ દરમિયાન શમીને એક જીવનદાન પણ મળ્યું હતું, પરંતુ કાઈલ જૈમિસને ઈશાંતી વિકેટ લીધી અને ત્યારબાદ સાઉદીએ શમીનો શિકાર કર્યો અને તેની સાથે જ ભારતીય ઇનિંગ્સનો અંત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી રહાણેએ 46 રન અને મયંકે 34 રન બનાવ્યાં છે.