હૈદરાબાદ: સાઉથ સિનેમાના માસ સ્ટાર નાગાર્જુન માટે તારીખ 20મી સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે તેઓ પોતાના સ્ટાર પિતા અક્કિનેની નાગેશ્વર રાવની બર્થ અનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. અક્કિનેની નાગેશ્વર રાવ આપણી વચ્ચે નથી. અક્કિનેની નાગેશ્વર રાવનું વર્ષ 2024માં 91 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમની 100મી બર્થ અનિવર્સરી છે. આ અવસરે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ હૈદરાબાદ સ્થિત અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં નાગાર્જુનના પિતાના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાઉથ ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ હાજરી આપી હતી અને સોશિયલ મીડિયા પર નાગાર્જુનના ચાહકો આ દિવસ માટે શુભકામના પાઠવી રહ્યા છે.
ANR 100th Birth Anniversary: નાગાર્જુનના સ્ટાર પિતા ANRની 100મી જન્મજયંતિ પર પ્રતિમાનું અનાવરણ કર્યું, આ સ્ટાર્સે આપી હાજરી - નાગાર્જુન રામ ચરણ
સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના સ્ટાર પિતા અક્કિનેની નાગેશ્વર રાવની આજે 100મી બર્થ અનિવર્સરી છે. આ ખાસ અવસરે તેમના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામ ચરણ સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, જુઓ અહીં વીડિયો.
Published : Sep 20, 2023, 2:59 PM IST
નાગાર્જુનના સ્ટાર પિતાની પ્રતિમાનું અનાવરણ:આ કાર્યક્રમમાં RRR સ્ટાર રામ ચરણ, ટોલીવુડના પ્રિન્સ મહેશ બાબુ પોતાની સ્ટાર વાઈફ નમ્રતા શિરોડકર સાથે પહોંચ્યા હતા. નેચરલ સ્ટાર નાની અને સાઉથ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવવા માટે જાણીતા કલાકાર અભિનેતા જગપતિ બાબુ પણ આ કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે. નાગાર્જુનનો નાનો પુત્ર અખિલ અક્કિનેની પણ અહીં હાજર છે. નાગાર્જનનો આખો પિરવાર આ કાર્યક્રમમાં જોવા મળે છે. આ કાર્યક્રમમાં મહેશ બાબુ, નમ્રતા શિરોડકર અને રામચરણની એક સાથે તસવીરો વાયરલ થઈ રહી છે. નમ્રતા ગ્રીન કલરના સૂટમાં અને મહેશ બાબુ મરુન કલરના શર્ટમાં જોવા મળે છે. જ્યારે આ કાર્યક્રમમાં રામ ચરણ બ્લેક શર્ટમાં પહોંચ્યા હતા.
અક્કિનેની નાગેશ્વર રાવની ફિલ્મ: તારીખ 20 સપ્ટેમ્બર 1924ના રોજ જન્મેલા ANRનું અવસાન તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. અભિનેતા હોવાની સાથે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા પણ હતા. તેમણે પોતાના 75 વર્ષના સમયગાળા દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી હતી. ANR ટોલીવુડના પીઢ કલાકારોમાંના એક હતા. વર્ષ 1914માં તેઓ ફિલ્મ ધર્મ પત્નિના એક ગીતમાં જોવા મળ્યા હતા. વર્ષ 1944માં તેઓ ફિલ્મ શ્રી સીતા 'રામા જનનમ'માં ભગવાન રામની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ તેમની અભિનેતા તરીકેની ડેબ્યુ ફિલ્મ હતી. ANR છલ્લે 'પ્રતિબિંબલૂ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1982માં રિલીઝ થઈ હતી અને વર્ષ 2022માં મરણોત્તરે રિલીઝ થઈ હતી. 7 દાયકાથી વધુની ફિલ્મ કરિયરમાં તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.