મુંબઈ:તારીખ 23 નવેમ્બરની સાંજે હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે વિશે સમાચાર આવ્યા કે, તેઓ છેલ્લા 15 દિવસથી બગડતી તબિયતને કારણે હોસ્પિટલમાં (Vikram Gokhale Hospital) દાખલ છે. થોડા સમય પછી અભિનેતાના મૃત્યુની અફવાઓએ ખૂબ વેગ પકડ્યો છે. જ્યારે અભિનેતાના મૃત્યુની અફવાઓ ફેલાતી હતી. ત્યારે પરિવાર આ અફવાઓને નકારી કાઢવા આગળ આવ્યો હતો અને અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ (Vikram Gokhale Health Update) આપ્યું હતું. સંબંધીઓના જણાવ્યા અનુસાર અભિનેતાની હાલત નાજુક છે અને તે વેન્ટિલેટર પર છે. નોંધપાત્ર વાત એ છે કે, અભિનેતાને છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
મૃત્યુના સમાચાર ખોટા છે:ગઈકાલે રાત્રે અભિનેતા વિક્રમને લઈને તેમના નિધનના સમાચારે ભારે વેગ પકડ્યો હતો. આ અંગે વિક્રમની પુત્રીનું નિવેદન છે કે, પિતા જીવિત છે અને હજુ પણ લાઈફ સપોર્ટ પર છે. તેમણે ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. વિક્રમની પત્નીએ કહ્યું છે કે, ડોકટરો તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.