હૈદરાબાદ: નિર્દેશક લવ રંજનની ફિલ્મ 'તુ જુઠી મેં મક્કાર' તારીખ 8 માર્ચના રોજ એટલે કે હોળીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. દર્શકોનો પ્રતિસાદ પણ સારો જોવા મળી રહ્યો છે. ટિકિટના ભાવમાં વધારો થતો જોઈ શકાય છે. આ સાથે ટિકિટ ખરીદીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રજાઓના કારણે એડવાન્સ બુકિંગના ટ્રેન્ડમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે.
આ પણ વાંચો:Holi 2023: શેહનાઝ ગિલે ચાહકોને પાઠવી શુભેચ્છા, હોળીના રંગોમાં રંગાઈ અભિનેત્રી, જુઓ તસવીર
ટિકિટના ભાવમાં વધારો: આ ફિલ્મનું નિર્દેશન 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફેમ લવ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. રણબીર અને શ્રદ્ધાની નવી જોડી ઉપરાંત, આ ફિલ્મ સ્ટેન્ડઅપ કોમેડિયન અનુભવ બસ્સીની પણ ડેબ્યુ કરી રહી છે. આ એડવાન્સ બુકિંગ પ્રતિસાદ ફિલ્મ માટે ડબલ ડિજિટ ઓપનિંગ દર્શાવે છે. દિલ્હી-એનસીઆર પ્રદેશમાં થિયેટર ચેઇન્સમાં એડવાન્સ ટિકિટ બુકિંગમાં મજબુત વલણ જોવા મળ્યું છે. જેમાં ઘણી સ્ક્રીનિંગ વેચાઈ ગઈ છે. બુક માય શો અનુસાર ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. કેટલાક સ્થળોએ રૂપિયા 1800થી વધુની ટિકિટ વેચાય છે. આ સાથે ફિલ્મ ભારતમાં આશરે રૂપિયા 10-13 કરોડની કમાણી કરશે તેવી અપેક્ષા છે. જે લવ રંજનની અગાઉની ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'ના બોક્સ ઓફિસ પરફોર્મન્સ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.