ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

The Great Indian Family Trailer: વિકી કૌશલ સ્ટારર 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આઉટ, જુઓ વીડિયો - ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું ટ્રેલર

વિકી કૌશલ અને માનુષી છિલ્લરની આગામી ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. વિજય કૃષ્ણ આચાર્ય દિગ્દર્શિત આ ફિલ્મ તારીખ 22 સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મામાં વિકીએ સ્થાનિક ગાયક કલાકાર ભજન કુમારની ભૂમિકા ભજવી છે.

'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નુંમ ટ્રેલર આઉટ
'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નુંમ ટ્રેલર આઉટ

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 3:13 PM IST

હૈદરાબાદ:વિકી કૌશલ અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર આખરે મંગળવારે નિર્માતાઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. વિજય કૃષ્ણ આચાર્યના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રોમેન્ટિક ડ્રામામાં કુમુદ મિશ્રા, મનોજ પાહવા, સાદિયા સિદ્દીકી, અલકા અમીન, સૃષ્ટિ દીક્ષિત, ભુવન અરોરા, આશુતોષ ઉજ્જવલ અને ભારતી પેરવાની પણ છે. સોશિયલ મીડિયા પર પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે મંગળવારે 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'નું ટ્રેલર રિલઝ કર્યું છે.

ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલીનું ટ્રેલર રિલીઝ: 1:56 સેકન્ડના ટ્રેલરમાં વિકીને ભજન કુમાર તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે વેદ વ્યાસ ત્રિપાઠી તરીકે પણ ઓળખાય છે. તેઓ પંડિત પરિવારના છે. ભજન એક જણીતા ભક્તિ ગાયક છે, જે રમવા, ફરવાની અને મસ્તી કરવાની ઉંમરમાં વ્યવસાયને વળગી રહે છે. એક દિવસે પરિવારને એક અજાણ્યા સ્ત્રોત તરફથી એક પત્ર મળે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે, ભજન મુસ્લિમ પરિવારમાંથી છે. આ વાત મળતા જ અભિનેતાની જીવનમાં સંઘર્ષો શરુ થાય છે.

જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ: અગાઉ સોમવારે વિકી કૌશલે ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું અને કેપ્શનમાં લખ્યું હતું કે, ''આવતીકાલે છે. ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી ટ્રેલર માટે હમણાં જ તમારા રિમાઈન્ડર સેટ કરો. ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી તારીખ 22મી સપ્ટેમ્બરે તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.'' આ પોસ્ટ જોઈ ચાહકો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું છે કે, ''રાહ જોઈ શકતો નથી.'' જ્યારે બીજીએ લખ્યું છે કે, ''તમારી નવી આવનારી ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.''

વિકી કૌશલની ભૂમિકા: 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી'માં અમુક અણધાર્યા સંજોગોના પરિણામે વિકીના પરિવારમાં વિવાદ સર્જાય છે. વિકીએ સ્થાનિક ગાયક કલાકાર ભજન કુમારની ભૂમિકા ભજવી છે. 'કન્હૈયા ટ્વિટર પે આજા' ફિલ્મનું પ્રથમ સંગીત, જે તાજેતરમાં રિલીઝ થયું હતું. આ ગીતને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીત અમીતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યું છે. પ્રીતમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને નકાશ અઝીઝે અવાજ આપ્યો છે.

  1. Prachi Desai Birthday: પ્રાચી દેસાઈ ઉજવી રહી છે પોતાનો 35મોં જન્મદિવસ, જુઓ તેની અદભૂત તસવીરો
  2. Asia Cup 2023: અજય દેવગણે ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી, વાંચો શું કહ્યું
  3. Dharmendra All Well: સની દેઓલ હેમા માલિનીએ ધર્મેન્દ્રને મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમેરિકા જવાના અહેવાલને નકારી કાઢ્યા

ABOUT THE AUTHOR

...view details