મુંબઈ:માતા બનવું એ ખરેખર જીવનનું એક સુંદર સપનું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સ્પષ્ટવક્તા સ્વરા ભાસ્કરનું આ સુંદર સપનું પૂરું થયું છે. 'રાંઝણા' સ્ટારના ઘરે એક નાનકડી દેવદૂત આવી આવી છે. સ્વરાએ સોશિયલ મીડિયા પર એક સુંદર પોસ્ટ શેર કરીને ચાહકોને ગુડ ન્યૂઝ આપ્યા છે. તસવીરો શેર કરીને સ્વરાએ જણાવ્યું હતું કે, તેમના ઘરે એક દીકરી આવી છે. શેર કરવામાં આવેલી તસવીરોમાં ફહાદ અને સ્વરા તેમની પ્રિય નવજાત બાળકી પર ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.
Swara Bhasker Baby Girl: અભિનેત્રી સ્વરા ભાસ્કર માતા બની, ચાહકોએ પાઠવ્યા અભિનંદન
અભિનેત્રી સ્વરા ભાસ્કરના ઘરે એક નાનકડી દેવદૂત આવી છે. અભિનેત્રીએ પુત્રીને જન્મ આપ્યો છે. સ્વરાએ સોશિયલ મીડિયા પર તેમની દીકરી અને પતિ ફહાદ અહેમદ સાથેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોને જાણ કરી છે. અભિનેત્રીએ પોતાની પુત્રીનું નામ પણ ચાહકો સાથે શેર કર્યું છે.
Published : Sep 26, 2023, 11:45 AM IST
સ્વરા ભાસ્કર માતા બની: ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને માતા બની હોવાની જાહેરાત કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, ''અમારી એક પ્રાર્થના સાંભળી, આશીર્વાદ મળ્યો, એક ગીત ગુંજી ઉઠ્યું, એક રહસ્યમય સત્ય. અમારી બાળકી રાબિયાનો જન્મ 23 સપ્ટેમ્બર 2023ના રોજ થયો હતો. પ્રસન્ન મનથી, તમારા પ્રેમનો ધન્યવાદ. આ એક નવી દુનિયા છે.'' શેર કરવામાં આવેલી તસવીરોમાં સ્વરા પોતાની લાડલી દિકરી અને પતિ ફહાદ સાથે સુંદર ક્ષણ વિતાવતી જોવા મળે છે. સ્વરાએ પોતાની દિકરીને ખોળામાં પકડી રાખી છે.
ચાહકોએ પાઠવ્યા અભિનંદન:રસપ્રદ વાત એ છે કે, ''પ્રેમ રતન ધન પાયો'' ફેમ સ્વરા ભાસ્કર દ્વારા સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાની સાથે જ તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ફિલ્મ ઉદ્યોગની તમામ હસ્તીઓ સાથે તેમના ચાહકોએ પણ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સ્વરા ભાસ્કર હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. સ્વરાએ વર્ષ 2009માં નાટક 'માધોલાલ કીપ વોકિંગ'માં સહાયક ભૂમિકા સાથે ફિલ્મની શરુઆત કરી હતી. તારીખ 16 ફેબ્રુઆરી 2023ના રોજ સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે કોર્ટ વેડિંગ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.
- Mission Raniganj Trailer: અક્ષય કુમાર પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટ્રેલર આઉટ, જુઓ અહીં
- Ragneeti First Public Appearance: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્ન બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યા, જુઓ વીડિયો
- Jawan Global Collection: શાહરુખ ખાનની 'જવાને' વગાડ્યો ડંકો, વર્લ્ડવાઈડ 1000 કરોડના ક્લબમાં એન્ટ્રી