મુંબઈ: સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પ્રિય પાલતુ કૂતરા ફજનું મંગળવારે વહેલી સવારે અવસાન થયું. સુશાંતની બહેન પ્રિયંકા સિંહે ટ્વિટર પર અભિનેતા સાથે ફજની કેટલીક તસવીરો શેર કરી અને હૃદયદ્રાવક સમાચારની જાહેરાત કરી છે. સુશાંત સિંહના ચાહકો પ્રિંયંકા સિંહના કરેલા ટ્વિટ પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. SSRના પાલતુ ફજનું મૃત્યુ થયું છે. તેથી ચાહકો કહે છે કે 'તેના જીવનનો બીજો ભાગ આપણને છોડીને જાય છે.'
આ પણ વાંચો:IPA Awards : ગુજરાતી બાળકલાકાર ભાવિન રબારીનો ડંકો વાગ્યો, અમેરિકામાં મેળવ્યો મોટો એવોર્ડ
પ્રિયંકા સિંહે કર્યું ટ્વિટ: પ્રિયંકા સિંહે ટ્વિટર પર ટ્વિટ કરી કહ્યું છે કે, "સો લોન્ગ ફજ! તમે તમારા મિત્રના સ્વર્ગીય પ્રદેશમાં જોડાયા છો. ટૂંક સમયમાં જ અનુસરશો! ત્યાં સુધી ખૂબ જ દિલ તૂટી ગયું," તેણીએ સમાચાર શેર કર્યા પછી તરત જ, સુશાંતના ચાહકો થ્રેડ પર આવ્યા અને પરિવારને હૃદયપૂર્વક સંવેદના આપી. એક ચાહકે પ્રતિક્રિયા આપી કે, "R.I.P. FUDGE કહેવા માટે કંઈ નથી. આ આપણા બધા માટે ખૂબ જ હ્રદયસ્પર્શી સમાચાર છે. પરંતુ તે સુશાંતનો સાચો મિત્ર છે અને તેની સાથે હંમેશ માટે ખુશીથી જીવવા માટે તેના મિત્ર પાસે ગયો. સુશાંત ડી મોમેન્ટમાં જીવ્યો."