ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

AR Rahman Chennai Concert: ચેન્નઈમાં AR રહેમાનના કોન્સર્ટમાં ચાહકોને કડવો અનુભવ થતાં આયોજકોની ટીકા કરી - એઆર રહેમાન ચેન્નઈ કોન્સર્ટ નિષ્ફળ

ચેન્નઈમાં પ્રસિદ્ધ સંગીતકાર એઆર રહેમાનના કોન્સર્ટમાં ભાગ લેવા માટે પહોંચેલા દર્શકોને કડવો અનુભવ થયો હતો. ત્યારબાદ પ્રશંકોએ X એકાઉન્ટ પર વીડિયો શેર કરીને આયોજકોની નિંદા કરી હતી. આ દરમિયાન એઆર રહેમાનના ચાહકોએ સોશિયલ મીડિયા પર નિરાશાની લાગણી વ્યક્ત કરી છે.

ચેન્નઈમાં AR રહેમાનનો કોન્સર્ટ યોજાયો, ચાહકોએ આયોજકોની નંદા કરી
ચેન્નઈમાં AR રહેમાનનો કોન્સર્ટ યોજાયો, ચાહકોએ આયોજકોની નંદા કરી

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 12:22 PM IST

હૈદરાબાદ: ઓસ્કાર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાનનો ચેન્નઈમાં કોન્સર્ટ ચાહકો માટે સ્વપ્ના સમાન બની રહ્યો. આ કોન્સર્ટના મેનેજમેન્ટને લઈ ચાહકોએ નિરાશા વ્યક્ત કરી હતી. કોન્સર્ટ અગાઉ તારીખ 12 ઓગસ્ટના રોજ થવાનો હતો. પરંતુ ખરાબ હવામાનને કારણે 10 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. સંગીતકારના ચાહકોએ મોટી સંખ્યામાં કોન્સર્ટમાં હાજરી આપી હતી. જ્યારે ઘણાને માન્ય ટિકિટ હોવા છતાં કાર્યક્રમમાં પ્રવેશ્યા વિના જ પરત ફર્યા હતા.

એઆર રહેમાના કોન્સર્ટમાં અવ્યવસ્થા જળવાઈ: છેલ્લી રાતથી X (જે અગાઉ ટ્વીટર તરીકે ઓળખાતું હતું) એકાઉન્ટ પર એઆર રહેમાન કોન્સર્ટના કેટલાક વીડિયો સામે આવ્યા છે. એઆર રહેમાન કોન્સર્ટ વિશે કોમેન્ટ બોક્સ નેગેટિવ કોમેન્ટથી ભરાઈ ગયું છે. આ કોન્સર્ટમાં ભાગદોડ અને બાળકોના છૂટા પડી જવાની પરિસ્થિતી સર્જાઈ હતી. આ દરમિયાન દર્શકોએ અવ્યવસ્થિત આયોજનને કારણે પ્રશંસકો ગુસ્સે થયા હતા.

લોકોએ કોન્સર્ટના આયોજકોની નિંદ કરી: નિરાશ થયેલા પ્રશંસકોએ સોશિયલ મીડિયા પર અવ્યવસ્થિત કોન્સર્ટની તસવીર અને વીડિયોની ઝલક શેર કરી છે. કડવો અનુભવ થયા બાદ ગુસ્સે થયેલા પ્રશંસકોએ એઆર રહેવાન અને કોન્સર્ટના આયોજકોની નિંદા કરી હતી. કેટલાક લોકોએ તો એવો પણ દાવો કર્યો હતો કે, 2000 રુપિયાની ટિકિટ લીધી હતી, તેમ છતાં તેમને પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.

નિરાશ ચાહકોના નિશાના પર એઆર રહેમાન: એઆર રહેમાનના ચાહકો નિરાશ થયા હતા. તેઓએ આ કોન્સર્ટને ઈતિહાસનો સૌથી ખરાબ 'સંગીત કાર્યક્રમ' અને 'સ્કેમ 2023' તરીકે ઓળખાવી છે. સોશિયલ મીડિયા નકારાત્મક પ્રતિક્રિયાઓથી છલકાઈ રહ્યું છે. આ દરમિયાન એઆર રહેમાન ટ્રોલ થઈ રહ્યા છે.

  1. Jawan Spacial Screening: દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લાઈફ જવાનો માટે મુંબઈમાં 'જવાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું
  2. Priyanka Chopra Fans: ચાહકે કહ્યું 'હું નિક જોનાસ સાથે લગ્ન કરવા જઈ રહી હતી', પ્રિયંકા ચોપરાએ પ્રતિક્રિયા આપી
  3. Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર 'જવાન' 2023માં 300 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી ફિલ્મ બની

ABOUT THE AUTHOR

...view details