નવી દિલ્હી:ઘણી વખત એવા વીડિયો સામે આવતા હોય છે, જે જોઈ આશ્ચર્ય થાય છે. હાલમાં એક ચેનસ્નેચરોનો વીડિયો સામે આવ્યો છે. સાઉથ દિલ્હીની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે ચેનસ્નેચરોએ દુર્વ્યવહાર કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ''આ મહિલા ઓટોરિક્ષામાંથી નીચે પડી ગઈ હતી અને ત્રણ બાઈક પર સવાર હુમલાખોરોએ તેને રસ્તા પર ખેંચી હતી.'' આ ઘટના તારીખ 11 ઓગસ્ટના રોજ બની હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, ''સાકેત પોલીસ સ્ટેશનને ઘટના પોલીસ કંટ્રોલ રુમમાં કોલ આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ મહિલાના હાથમાંથી આઈફોન છીનવી લેવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો.''
IPhone Snatching Bid: દિલ્હીમાં એક શિક્ષિકા પર હુમલો, આઈફોન ચોરી લેવાની ઘટનામાં મહિલા ઈજાગ્રસ્ત
સાઉથ દિલ્હીમાં એક ભયાનક ઘટના બની હતી. બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બદમાશોએ ઓટોરિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલા પાસેથી આઈફોન છિનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં મહિલા ઓટોમાંથી નીચે પડી ગઈ હતી અને તેને ઈજા પણ થઈ હતી.
સાઉથ દિલ્હીની શિક્ષિકા ઉપર હુમલો: એક અધિકારીએ જણાવ્યું હતું કે, ''ઘટનાસ્થળે પહોંચ્યા પછી જાણવા મળ્યું છે કે, જવાહર પાર્ક વિસ્તારની રહેવાસી યોવિકા ચૌધરી (24) જ્ઞાન ભારતી સ્કૂલમાંથી ઓટો-રિક્ષામાં ઘરે જઈ રહી હતી. આ જ્ઞાન ભારતી સ્કૂલમાં યોવિકા ચૌધરી ફરજ બજાવે છે. જ્યારે આ મહિલા સાકેતના ખોકા બજારની નજીક પહોંચી ત્યારે ત્રણ અજાણ્યા હુમલાખોરો અચાનક તેમની પાસે આવ્યા અને તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો. આ હુમલામાં મહિલા ઓટોમાંથી પડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી.''
મહિલા શિક્ષિકા થઈ ઈજાગ્રસ્ત: હુમલા બાદ મહિલા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સાકેતની મેક્સ હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ''સેક્શન 356/379/34 IPS હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે બાદમાં 392/34 IPSમાં રુપાંતરિત કરવામાં આવ્યો હતો. અમે ગુનેગારોને ઓળખવા અને તેમને પકડવા માટે વિસ્તારમાં CCTV કેમરા સ્કેન કરી રહ્યા છીએ.'' આગળ વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, ''આ ઘટનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો.''