હૈદરાબાદ:ગુજરાતમાં સુરત ખાતે ઈન્દોર સ્ટેડિયમમાં વ્હાલમ લાઈવ કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ લાઈવ શોમાં ઈન્ડિયન પ્લેબેક સિંગર જીગરદાન ગઢવી પોતાના મધુર અવાજથી ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. આ કોન્સર્ટ તારીખ 29 જુલાઈના રોજ સાંજે 7.00 કલાકે યોજાશે. બુક માય શો પર ટિકિટ બુક કરાવી લાઈવ કોન્સર્ટ શોનો આનંદ માણો.
યોજાશે કોન્સર્ટ શો: જીગરદાન ગઢવીએ પોતાન સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું છે કે, ''સુરત, મળીએ છીએ તારીખ 29 જુલાઈ 2023. તમને બધાને મળવા માટે રાહ જોઈ શકતા નથી. BOOK MY SHOW પર હવે તમારી ટિકિટ બુક કરો. Z1 ઈવેન્ટ 1, મેઘરંજન એન્ટરટેઈન્મેન્ટ'' ચાહકો હવે આ શો માટે ટિકિટ બુક કરાવી ઈવેન્ટનો ભરપૂર આનંદ લઈ શકે છે. એટલું જ નહિં પરંતુ ઈન્સ્ટા સ્ટોરી પર પણ સહુને આમંત્રિત કર્યા છે.
કેરિયરની શરુઆત: જિગરદાન ગઢવીની વાત કરીએ તો તેઓ જીગરા તરીકે પણ ઓળખાય છે. તેઓ પ્લેબેક સિંગર, સંગીત નિર્દેશનક, ગીતકાર અને અભિનેતા પણ છે. તેઓ અમદાવાદના રહેવાશી છે. જીગરદાને 'હાર્દિક અભિનંદન' ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેમનું પ્રખ્યાત ગીત 'વ્હાલમ આવોને' છે. આ ગીત ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'નું છે. તેમણે એક પછી એક હિટ ગીતો આપ્યા છે.