દુબઈ:સપ્ટેમ્બર 2021માં સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક મૃત્યુએ તેમના ચાહકો અને પરિવારના સભ્યોને હચમચાવી દીધા હતા. તેમના પ્રિયજનો માટે તેમને યાદ કર્યા વિના એક પણ દિવસ પસાર થતો નથી. શનિવારે રાત્રે દુબઈમાં ફિલ્મફેર (Shehnaaz Gill filmfare awards) મિડલ ઈસ્ટ એચીવર્સ નાઈટ દરમિયાન સિદ્ધાર્થના નજીકના મિત્ર શહનાઝ ગિલે સ્વર્ગસ્થ અભિનેતાને તેનો એવોર્ડ સ્વીકારતી વખતે શ્રદ્ધાંજલિ આપી (Shehnaaz Gill dedicates filmfare to Sidharth) હતી.
"હું એક વ્યક્તિનો આભાર માનવા માંગુ છું. આ તમારા માટે છે સિદ્ધાર્થ શુક્લા. મારા જીવનમાં આવવા બદલ તમારો આભાર. આજે મેં જે કંઈ પણ મેળવ્યું છે તે તમારા કારણે છે." -- શહનાજ
ચાહકોએ કર્યા વખાણ: શહેનાઝની આ હરકતોએ સિદનાઝના ચાહકોને ખૂબ જ ભાવુક બનાવી દીધા હતા. એક સોશિયલમીડિયા યુઝરે લખ્યું, "સિદ વિના શહેનાઝ અધૂરી છે." જ્યારે અન્યએ લખ્યુ, "સિદનાઝ રોક્સ. મિસ યુ સિદ."
સિદ્ધાર્થ-શહનાઝ લેકપ્રિયતા: સિદ્ધાર્થ અને શહનાઝ જેને ચાહકો દ્વારા લોકપ્રિય રીતે સિડનાઝ કહેવામાં આવે છે. જ્યારે તેઓ બિગ બોસ 13 ના હાઉસમાં હતા ત્યારે એકબીજાની નજીક આવ્યા હતા. જોકે તેઓએ ક્યારેય સત્તાવાર રીતે કપલ હોવાનો સ્વીકાર કર્યો ન હતો. સિદ્ધાર્થ પાછળથી વર્ષ 2020 માં રિયાલિટી શો જીત્યો હતો. સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર 2021 ના રોજ કાર્ડિયાક અરેસ્ટ થવાથી નિધન થયું હતુ. સિદ્ધાર્થ 40 વર્ષના હતા.
શ્રદ્ધાંજલિ અર્પણ કરી: સિદ્ધાર્થના આકસ્મિક અવસાન પછી શહનાઝે 'તુ યહીં હૈ' નામનો હૃદયસ્પર્શી મ્યુઝિક વિડિયો શ્રદ્ધાંજલિ રજૂ કર્યો હતો. તેમણે બિગ બોસ 15 સીઝનના અંતિમ સમારોહમાં પણ હાજરી આપી હતી. આ ઉપરાંત તેમના નજીકના મિત્રની પ્રિય સ્મૃતિને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.