ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ - સલમાન ખાનનું યંતમ્મા ગીત રિલીઝ

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાન અને સાઉથ સ્ટાર વેંકટેશ દગ્ગુબાતીની જબરદસ્ત ટ્વિનિંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત આ ગીતમાં RRR ફિલ્મના સ્ટાર રામ ચરણ પણ સલમાન ખાન સાથે જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે.

Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, RRR સ્ટાર રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ
Yentamma Song: 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ, RRR સ્ટાર રામ ચરણે સલમાન સાથે કર્યો ડાન્સ

By

Published : Apr 4, 2023, 1:57 PM IST

મુંબઈઃ બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો માટે આવ્યાં છે ખુશીની સમાચાર. તારીખ 4 એપ્રિલ 2023ના રોજ ભાઈજાનનું લેટેસ્ટ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. અગાઉ તારીખ 31 માર્ચે સલમાન ખાન, પુજા હેગડે, પલક તિવારી અને શેહનાઝ ગિલની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ગીત તેલુગુ ભાષામાં 'બતકમ્મા' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતમાં તમામ ફિલ્મ કલાકારો સાઉથ ઈન્ડિયન લૂકમાં જોવા મળ્યાં હતાં. હાલમાં આ ફિલ્મનું ગીત 'યંતમ્મા' રિલીઝ કરવામાં આવ્યું છે. આ અંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

આ પણ વાંચો:Parveen Babi Birthday: ગ્લેમરસ અભિનેત્રી પરવીન બાબીની જન્મજયંતિ, તેમની કારકિર્દી પર એક નજર

સલમાન ખાને પોસ્ટ કરી શેર:સલમાન ખાને ફિલ્મનું નવું ગીત પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યું છે. ગીતનો વીડિયો શેર કરતા સલમાને કેપ્શન આપ્યું છે, 'યંતમ્મા ગીત રિલીઝ થઈ ગયું છે.' આ ગીત વિશાલ દદલાની અને પાયલ દેવે ગાયું છે. ગીત મંદિરથી શરૂ થાય છે. જ્યાં સલમાન ખાન અને વેંકટેશ દગ્ગુબાતી મંદિરની બહાર નીકળતા જોવા મળે છે. તે પછી તે બે રોયલ એનફિલ્ડ બાઇકની સીટ પર પડેલો જોવા મળે છે. બાદમાં તે સ્ટેજ પર કાળા બૂટ પહેરીને ડાન્સ કરતો જોવા મળે છે.

આ પણ વાંચો:Naatu Naatu Song: UAEના રહેવાસીઓને ગીત 'નાટુ-નાટુ' પર નૃત્ય કુશળતા બતાવવાની મળી તક

યંતમ્મા ગીત રિલીઝ: સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ગીત 'યંતમ્મા' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાન અને સાઉથ સ્ટાર વેંકટેશ દગ્ગુબાતી સિગ્નેચર પીળા શર્ટ, મુંડુ અને સનગ્લાસમાં ટ્વિન કરતા જોવા મળે છે. ગીતમાં, જ્યાં પૂજા હેગડે અને કેટલાક અન્ય લોકો સલમાન સિવાય ઉભેલા જોવા મળે છે. વેંકટેશ પલક તિવારી, શહનાઝ ગિલ અને અન્ય સાથે જોવા મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details