હૈદરાબાદ: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા'ને OTT પર જોવાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કન્નડ અભિનેતા ઋષભશેટ્ટી અભિનીત અને દિગ્દર્શિત ફિલ્મ 'કંતારા'(Rishab Shetty Kantara), જેણે અભિનયથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તે હવે OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી (Kantara OTT debut) છે. માત્ર 20 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી છે. એટલું જ નહીં, 'કંતારા'એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં રોકિંગ સ્ટાર યશ સ્ટારર કન્નડ ફિલ્મ 'KGF-2'ને પણ પાછળ છોડી દીધું છે.
ફિલ્મ ક્યાં જોવી:સંપૂર્ણ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ 'કંતારા' એમેઝોન પ્રાઇમ વિડિયો પર તારીખ 24 નવેમ્બર એટલે કે, આજે સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મ OTT પર માત્ર 4 ભાષાઓ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં જોવા મળશે. આવી સ્થિતિમાં હિન્દી દર્શકોએ કંતારાને જોવા માટે વધુ રાહ જોવી પડશે.
'કંતારા' 240 દેશમાં સ્ટ્રીમ થશે:એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થવા જઈ રહેલી ફિલ્મ 'કંતારા' માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના 240 દેશમાં સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ એક્ટર અને ડિરેક્ટર રિષભ શેટ્ટીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ હોમ્બલ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. ફિલ્મ 'KGF'ના બંને ચેપ્ટર પણ આ બેનર હેઠળ બનાવવામાં આવ્યા હતા.
ફિલ્મ 'કંતારા'ની કમાણી: તારીખ 30 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'કંતારા' હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. આ ફિલ્મની સાથે હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'વિક્રમ-વેધા' અને મણિરત્નમ દ્વારા નિર્દેશિત તમિલ પિરિયડ ફિલ્મ 'પોન્નિયન સેલ્વન-1' પણ બોલિવૂડમાંથી રિલીઝ થઈ હતી, પરંતુ 'કંતારા' હજુ પણ અકબંધ છે.
ફિલ્મ રેકોર્ડ: આ 'કંતારા' ફિલ્મ જોવા માટે દર્શકો હજુ પણ થિયેટરોમાં જઈ રહ્યા છે. આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન 300 કરોડ રૂપિયા છે. કન્નડ ભાષામાં 160 કરોડથી વધુની કમાણી કરીને, ફિલ્મ 'KGF-2'નો પણ રેકોર્ડ તોડ્યો છે. 'KGF-2' એ કન્નડ ભાષામાં લગભગ 158 કરોડની કમાણી કરી હતી.