માહારાષ્ટ્ર:તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈ અહીં તેમના ND સ્ટુડિયોમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે, નીતિને આત્મહત્યા કરી છે. સ્ટુડિયોના કેટલાક કર્મચારીએને દુ:ખદાયક દ્રશ્યો જોવા મળ્યુ હતુ, જે બાદ તેમના દ્વારા તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થશે પોહોંચી તપાસ હાથ ધરી હતી.
ડાયરેક્ટર નીતિન દેસાઈનું અવસાન: કર્જત પોલીસ તપાસ માટે તેમના સ્ટુડિયોમાં દોડી ગઈ હતી. આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થયું હતું. રવિવારે તારીખ 6 ઓગસ્ટે દેસાઈના 58મા જન્મદિવસના માત્ર ત્રણ દિવસ પહેલા જ અંત આવ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે, ખરેખર સ્ટુડિયો અથવા અન્ય કોઈ સ્થળે સુસાઈડ નોટ છોડી છે ?.
નીતિન દેસાઈની કારકિર્દી: હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું નામ બનાવતા પહેલા નીતિન દેસાઈએ મુંબઈના સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું અને ફોટોગ્રાફીમાં વિશેષતા ધરાવે છેે. તેમણે ફિલ્મ '1942 અ લવ સ્ટોરી'થી પ્રસિદ્ધી મેળવી હતી. આ ફિલ્મ દ્વારા તેઓ ખુબ જ પ્રખ્યાત થયા હતા. તેમણે 'હમ દિલ દે ચૂકે સનમ', 'દેવદાસ', 'લગાન', 'જોધા અકબર' અને 'પ્રેમ રતન ધન પાયો' જેવી નોંધપાત્ર ફિલ્મોમાં તેમની અસાધારણ કળા અને દિગ્દર્શન કૌશલ્યનું પ્રદર્શન ચાલું રાખ્યું હતું.
ડાયરેક્ટરને મળેલા પુરસ્કારો: બે દાયકાના ગાળામાં નીતિન દેસાઈએ આશુતોષ ગોવારીકર, વધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી અને સંજય લીલા ભણસાલી જેવા પ્રતિષ્ઠિત દિગ્દર્શકો સાથે સહયોગ કર્યો હતો. તેમના દ્વારા સારુ પ્રદર્શન કરવાના કારણે તેમને 4 વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટેનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો અને 3 વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટેનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.
સ્ટુડિયોની સ્થાપના: વર્ષ 2005માં નીતિન દેસાઈએ મુબઈ નજીક કર્જતમાં ND સ્ટુડિયોની સ્થાપના કરી હતી. આ સ્ટુડિયો 52 એકરની વશાળ મિલકત ધરાવે છે. આ સ્ટુડિયોએ 'જોધા અકબર' અને 'ટ્રાફિક સિન્ગનલ' જેવી નોંધપાત્ર ફિલ્મોનુ આયોજન કર્યુ હતું. આ ઉપરાંત કલર્સના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'નું આયોજન પણ કર્યુ હતું. નીતિના દુ:ખદ અવસાન થતા ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિભાશાળી કલાકારની ખોટ પડી છે.
- Actor Anupam Kher: અભિનેતા અનુપમ ખેર લેન્સડાઉન પહોંચ્યા, કાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી
- Nusrat Jahan Cheating: અભિનેત્રી નુસરત જહાં પર 28 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં પકડ જમાવી, અહિં જાણો 5માં દિવસનુ કલેક્શન