હૈદરાબાદ: New Gujarati Movie 2022: અભિનેતા રૌનક કામદારે ગણેશ ચતુર્થીના અવસર પર તેના આગામી (Raunak Kamdar upcoming movie ) ફિલ્મ 'ચબૂત્રો' માટે મોશન પોસ્ટર તેના ઈનસ્ટાગ્રામ પર રિલીઝ (movie Chabootro motion poster released) કર્યું છે. પોસ્ટર શેર કરતા તેણે લખ્યું છે, ગણેશ ચતુર્થીના આ શુભ દિવસે, અહીં અમારી આગામી ગુજરાતી ફિલ્મ #Chabutro ની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી રહી છે. આ મારા હૃદયની નજીક છે. અને પહેલી વાર, મૂવીઝમાં મળીશું!
આ પણ વાંચો:પાર્ટીમાં ખિસ્સામાં કાચનો ગ્લાસ લઈને પહોંચ્યો સલમાન વીડિયો વાયરલ
નીચે મોશન પિક્ચરમાં શું છે: આ ફિલ્મને હળવા દિલની ફીલ-ગુડ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે જે વિદેશમાં કામ કર્યા પછી ભારત પરત ફરેલા માણસની સ્ટોરી કહે છે. આ ફિલ્મનું દિગ્દર્શન ચાણક્ય પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં ધર્મેશ વ્યાસ, અંજલિ બારોટ, છાયા વોરા, અન્નપૂર્ણા શુક્લા અને સ્પાઇક - ધ ડોગ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકાર સિદ્ધાર્થ અમિત ભાવસારે આપ્યું છે.