ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ - રામ ચરણ

હવે સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં સુપરહિટ ફિલ્મ 'RRR' ફેમ એક્ટર રામચરણનું (RAM CHARANS CAMEO IN KABHI EID KABHI DIWALI) નામ જોડાઈ ગયું છે. જાણો ફિલ્મમાં અભિનેતાનો કેવો રોલ હશે?

સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ

By

Published : Jun 20, 2022, 5:38 PM IST

હૈદરાબાદઃ સલમાન ખાન અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'નું શૂટિંગ (Shooting of the film Kabhi Eid Kabhi Diwali) શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ વારંવાર સ્ટારકાસ્ટને લઈને ચર્ચામાં આવી રહી હતી. હવે ફિલ્મની ચર્ચાનું કારણ એ છે કે બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મ 'RRR' ફેમ એક્ટર રામચરણ તેજાનું (RAM CHARANS CAMEO IN KABHI EID KABHI DIWALI)નામ આ ફિલ્મ સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન અને રામચરણ મોટા પડદા પર સાથે દેખાઈ શકે છે. જો આવું થાય તો સલમાન ખાનના ચાહકો માટે આ એક મોટી ટ્રીટ હોઈ શકે છે.

આ પણ વાંચો:તો શું શ્રીવલ્લીના ટ્રેકનો 'પુષ્પા 2'માં અંત થશે!

રામચરણ 'દબંગ ખાન'ની ફિલ્મમાં: મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામચરણ 'દબંગ ખાન'ની ફિલ્મમાં કેમિયો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રામચરણ સલમાન ખાન સાથે એક ગીતમાં જોવા મળશે. આ ગીતમાં સાઉથ એક્ટર વેકંટેશ પણ જોવા મળશે. રિપોર્ટ અનુસાર રામચરણ આ માટે સંમત થયા છે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાન ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે અને આ ગીતનું શૂટિંગ કરીને મુંબઈ પરત ફરશે.

વર્ષે 30 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે: તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી' આ વર્ષે 30 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સલમાન ખાનના જન્મદિવસ (27 ડિસેમ્બર)ના અવસર પર રિલીઝ થશે. સલમાને તેના જન્મદિવસ પર ચાહકોને ગિફ્ટ આપવાનો સંપૂર્ણ પ્લાન બનાવ્યો છે.

ફિલ્મ માટે પલકને કાસ્ટ કરી: અગાઉ, ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી અને બિજલી-બિજલી ગર્લ પલક તિવારી વિશે સમાચાર આવ્યા હતા કે તે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને પોતે આ ફિલ્મ માટે પલકને કાસ્ટ કરી છે. તે જ સમયે, શહનાઝ ગિલનું નામ આ ફિલ્મ સાથે પહેલેથી જ જોડાયેલું છે.

પંજાબી સિંગર જસ્સી ગિલ આ ફિલ્મમાં: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને પોતે પોતાની ફિલ્મ માટે પલક તિવારીની પસંદગી કરી છે. સિદ્ધાર્થ નિગમ અને પંજાબી સિંગર જસ્સી ગિલ આ ફિલ્મમાં અગાઉ એન્ટ્રી કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં જસ્સી ગિલ સાથે પલક તિવારી જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને જસ્સી સલમાન ખાનના ભાઈઓની ભૂમિકા ભજવશે.

આયુષ શર્મા અને ઝહીર ઈકબાલની પસંદગી: આ રોલ માટે અગાઉ આયુષ શર્મા અને ઝહીર ઈકબાલની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ બંનેએ અમુક કારણોસર આ ફિલ્મ છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે, આ સમાચાર પર પલક તિવારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને સલમાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

આ પણ વાંચો:રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પોસ્ટર થયું લીક, જૂઓ ફોટોઝ

કર્વી ફિગર અને ડાન્સ માટે પ્રખ્યાત: પલક તિવારી બિગ બોસમાં 'બિજલી-બિજલી' ગીતનું પ્રમોશન કરતી જોવા મળી હતી. પલક તેના કર્વી ફિગર અને ડાન્સ માટે પ્રખ્યાત છે. તે તેની માતાની જેમ સ્લિમ ફિટ છે અને દરરોજ તે તેની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે.

ABOUT THE AUTHOR

...view details