હૈદરાબાદ: રામ ચરણની પત્ની ઉપાસના કામીનેનીએ એક બાળકીને જન્મ આપ્યો ત્યારે સાઉથ ફિલ્મ ઉદ્યોગનો મેગા-પરિવાર આનંદિત હતો. ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં તારીખ 20 જૂનની સવારે મધરાતે પુત્રીને જન્મ આપ્યો હતો. એ જ રાત્રે એપોલો હોસ્પિટલમાં ઉજવણી કરવામાં આવી હતી અને આખી હોસ્પિટલ રોશનીથી ઝગમગી ઉઠી હતી.
ઉપાસના કામિનેનીની તસવીર: આ કપલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા અને ત્યારપછી તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે તારીખ 19મી જૂનની રાત્રે હોસ્પિટલમાં દાખલ થયેલી ઉપાસનાને તારીખ 23મી જૂને બપોરે રજા આપવામાં આવી છે. રામ ચરણ તેમની પુત્રી અને પત્નીને ઘરે લઈ જઈ રહ્યા છે અને હવે આ મેગા સ્ટાર કપલની તેમની પુત્રી સાથેની તસવીરો સામે આવી છે.
બાળકનું ઉષ્માભર્યું સ્વાગત: રામ ચરણ-ઉપાસના અને તેમની પુત્રી હોસ્પિટલના વોર્ડમાંથી બહાર આવતાં જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અહીં, રામ ચરણ સફેદ શર્ટ અને બ્લૂ ડેનિમ્સમાં જોવા મળ્યા હતા અને તેમણે ઘેરા ચશ્મા પહેર્યા હતા. જ્યારે ઉપાસનાએ સુંદર ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો અને વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બનીને ખૂબ જ ખુશ છે.
ચાહકોએ પાઠવ્યાં અભિનંદન: પિતા બનવાનો આનંદ રામ ચરણના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે અને તેણે પોતાની દીકરીને પોતાના ખોળામાં ભરી લીધી છે. હોસ્પિટલની બહાર રામ ચરણના ચાહકો પણ તેમની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. અહીં, સોશિયલ મીડિયા પર રામ ચરણ અને તેની પત્નીની તસવીરો અને વીડિયો ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા ચાહકો હજી પણ દંપતીને માતાપિતા બનવા માટે અભિનંદન આપી રહ્યા છે.
- Box Office Collection: 'આદિપરુષ'ની પીછે હટ, 'જરા હટકે જરા બચકે' એક ડગલું આગળ
- Suhana Khan: શાહરૂખ ખાનની દીકરીએ અલીબાગમાં ખરીદી જમીન, 1.5 એકરમાં ફેલાયેલી છે
- Pm Modi: Pm મોદી વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર પર, ભાષણમાં 'નાટુ નાટુ' ગીતનો ઉલ્લેખ કર્યો