ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર - માલતી મેરીની તસવીર

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આગાઉ પણ પોતાની દિકરીની તસવીર શેર કરી હતી. હાલમાં અભિનેત્રીએ પોતાની નાની રાજકુમારી સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ તસવીર જોઈ ચાહકો પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા અને દીકરી માલતી સાથેની ઝલક જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં.

Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર
Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર

By

Published : Mar 28, 2023, 2:54 PM IST

મુંબઈ: દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ આ વર્ષે જાન્યુઆરીમાં તેની પુત્રી માલતી મેરીના ચહેરાની ઝલક બતાવી હતી. લેટેસ્ટ શેર કરવામાં આવેલી તસવીર સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. ચહેરાની ઝલક બાદ પ્રિયંકા સમયાંતરે તેની પુત્રી સાથેની તસવીર શેર કરતી રહે છે. અભિનેત્રીએ તાજેતરમાં જ પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે સોશિયલ મીડિાયા પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે, જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.

આ પણ વાંચો:Shah Rukh Khan: 'પઠાણ'ની સફળતા બાદ શાહરૂખ ખાને ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણીને થશે આશ્ચર્ય

માલતીની મનોહર તસવીર: પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિાયા પર તેની નાની પુત્રી સાથે એક મનોહર તસવીર પોસ્ટ કરી અને તેને કેપ્શનમાં લખ્યું છે કે, 'ગ્લેમર વિથ મમ્મા'. આ તસવીરમાં પ્રિયંકા માલતીને ખોળામાં લઈને પોતાનો મેકઅપ કરાવતી જોવા મળી રહી છે. તસવીરમાં પ્રિયંકા વ્હાઈટ બાથરોબમાં જોવા મળી રહી છે. બીજી તરફ, તે ગ્રે અને વ્હાઇટ કાર્ડિગનમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર

માલતીની ઉંઘી રહેલી તસવીર: આ દિવસોમાં પ્રિયંકા તેના પ્રોફેશનલ અસાઇનમેન્ટ માટે લંડનમાં છે. આ દરમિયાન તે પોતાનો બધો સમય માલતી સાથે વિતાવી રહી છે. એક દિવસ પહેલા પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેના બાળકની ઊંઘી રહેલી સુંદર તસવીર શેર કરી હતી અને તેને 'બેડટાઇમ સ્ટોરીઝ' તરીકે કેપ્શન આપ્યું હતું. તસવીર જોઈને એવું લાગી રહ્યું હતું કે, યુવતી વેનિટી વેન કે ફ્લાઈટમાં સૂઈ રહી છે.

આ પણ વાંચો:Bollywood Actress White Dress: બોલિવુડની આ અભિનેત્રીઓએ સફેદ પોશાકમાં ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ અહિં સુંદર તસવીર

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: પ્રિયંકા ચોપરાના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. તે એમેઝોન પ્રાઇમ સ્પાય થ્રિલર સિરીઝ 'સિટાડેલ' અને રોમેન્ટિક કોમેડી ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મીમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી રહી છે. 'દેશી ગર્લ' ફિલ્મ 'જી લે ઝરા' દ્વારા બોલિવૂડમાં કમબેક કરી રહી છે. જેમાં તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details