અબુધાબી : આ વર્ષનું આઈફા મુલતવી (Postponed IIFA 2022) રાખવામાં આવ્યું છે. કારણ કે, ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી યુએઈના રાષ્ટ્રપતિ, હિઝ હાઈનેસ શેખ ખલીફા બિન ઝાયેદ અલના નિધન (Khalifa bin Zayed Al Nahyan) પર UAE અને વિશ્વના લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત સામે આવ્યો છે. જોકે, નવા IIFA શેડ્યૂલ પર વધુ પુષ્ટિ અને અપડેટ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
આ પણ વાંચો :શું તમે જાણો છો સૂરજએ મૌનીને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું, જૂઓ તસવીરો
UAE રાષ્ટ્રીય શોક જાહેર - આ દુઃખદ સમાચાર સાથે, UAE રાષ્ટ્ર (UAE President Death) શોકમાં છે. આ બનાવને લઈને 40 દિવસનો શોક જાહેર કર્યો છે. UAEના લોકો અને સરકાર સાથે એકતામાં અને રાષ્ટ્રીય શોક મનાવવામાં આવી રહ્યો છે. 19 થી 21 મે દરમિયાન અબુ ધાબીના યાસ આઇલેન્ડ પર યોજાનાર IIFA વીકએન્ડ અને એવોર્ડ્સની 22મીનો કાર્યક્રમ પણ મોકૂફ (IIFA 2022 Program) રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો :જાહ્નવી કપૂરએ બોલ્ડ ડ્રેસમાં આપ્યા હોટ પોઝ, ફેન્સ બોલ્યા "જક્કાસ"
નવું શેડ્યૂલ ક્યારે - ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA 2022 UAE) એ નક્કી કર્યું છે કે, 2022 IIFA વીકએન્ડ અને એવોર્ડ્સ 14મી થી 16મી જુલાઈ 2022 દરમિયાન યોજવામાં આવશે. નવા IIFA શેડ્યૂલ પર વધુ પુષ્ટિ અને અપડેટ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. IIFA તમામ ચાહકો અને ટિકિટ ધારકોની માફી માંગે અને પછીની તારીખે ભારત-UAE મિત્રતાની વધુ મોટી, વધુ રોમાંચક ઉજવણીનું વચન આપ્યું હતું.