મુંબઈઃબોલિવૂડ એક્ટર પરિણીતી અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાંથી તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ થોડા દિવસ પહેલા સગાઈ કરી હતી અને ટૂંક સમયમાં જ તેઓ લગ્ન કરવાના છે. લગ્ન પહેલા રાઘવ અને પરિણીતી અમૃતસરના સુવર્ણ મંદિર પહોંચ્યા અને આશીર્વાદ લીધા હતા.
પરિણીતી-રાઘવનો વીડિયો: ગોલ્ડન ટેમ્પલમાંથી કપલનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં બંને સુવર્ણ મંદિરમાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. બંને અન્ય ફોલોઅર્સ સાથે વીડિયોમાં સેવા આપતા જોવા મળે છે. સુવર્ણ મંદિરમાં સેવા કરતા કપલને જોઈને તેમના ચાહકો કોમેન્ટ બોક્સમાં ખુબજ વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, 'ગુરુ વંદના. ખૂબ જ સુંદર'.
મંદીરમાં સેવા કરી: રાઘવ અને પરિણીતીએ તારીખ 13 મેના રોજ પરિવારની હાજરીમાં રિંગ સેરેમની કરી હતી. હવે ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે, લગ્નની તૈયારીઓ પહેલા પરિણીતી અને રાઘવ આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યા, તેઓ મંદિર પરિસરમાં પ્રાર્થના કરતા જોવા મળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલ ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યું છે. તાજેતરમાં તે ઉદયપુરમાં લગ્ન માટે સ્થળ શોધતી વખતે જોવા મળ્યો હતો.
પરિણીતી-રાઘવની સગાઈ: પરણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તેઓ ઘણી વખત સાથે ડેટિંગ પર પણ જોવા મળ્યા હતા. અભિનેત્રી પાપારાઝી દ્વારા પુછવામાં આવેલા સવાલને લઈ મૌન રહ્યાં હતાં. જ્યારે રાઘવ ચઢ્ઢાને આજ સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજકારણીનો સવાલ કરવા કહ્યું હતું. આખરે બન્ને સાથે મળી ગયા અને સગાઈ પણ થઈ ગઈ, જેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
- Anushka Sharma: અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં વેકેશન માણી રહી છે, તસવીર શેરા
- Satyaprem Ki Katha: 'સત્યપ્રેમ કી કથા'માં બે ગુજરાતી કલાકારોની મહત્ત્વની ભૂમિકા, સુપ્રિયા પાઠક સિદ્ધાર્થ રાંદેરિયાની એક ઝલક
- Diplomat Poster: જ્હોન અબ્રાહમની આગામી ફિલ્મ, 'ધ ડિપ્લોમેટ'નું પોસ્ટર રિલીઝ