દિલ્હી: દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ શનિવારે (3 સપ્ટેમ્બર) ઠગ સુકેશ ચંદ્રશેખર કેસના (Sukesh Chandrashekhar Case) સંબંધમાં બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. નોરાની (Nora Fatehi in Sukesh Chandrashekhar Case) આ પૂછપરછ લગભગ ચારથી પાંચ કલાક સુધી ચાલી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસમાં અન્ય અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પહેલા જ આરોપી જાહેર કરી ચૂકી છે. હવે EOW 12 સપ્ટેમ્બરે આ મામલે જેકલીનની પૂછપરછ કરશે.
આ પણ વાંચો:આલિયા ભટ્ટે તેલુગુ ભાષામાં કેસરિયા ગીત ગાઈ ફેન્સને ચોંકાવી દીધા
તાજેતરના અહેવાલો અનુસાર, EOW એ અભિનેત્રી નોરા ફતેહીને 200 કરોડના ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત આ ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા છે, જેમાં અભિનેત્રીને મળેલી કિંમતી ભેટથી લઈને બંને વચ્ચે ક્યારે વાતચીત થઈ તે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. EOWની પૂછપરછ દરમિયાન, અભિનેત્રીએ સુકેશ સાથે વાતચીતની વાત સ્વીકારી અને એ પણ જણાવ્યું કે તેનો જેકલીન સાથે કોઈ સંપર્ક નથી.
નોરાને BMW કાર ભેટમાં: નોરાએ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે ઠગ સુકેશની પત્નીએ તેને નેલ આર્ટ ફંક્શનમાં બોલાવી હતી, જ્યાં બંને મળ્યા હતા. આ ફંક્શનમાં સુકેશની પત્નીએ નોરાને એક અમૂલ્ય કાર BMW ભેટમાં આપી હતી. નોરાએ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે તેને સુકેશના ગુનાહિત રેકોર્ડ વિશે કોઈ જાણકારી નથી.