હૈદરાબાદ: પરમાણુ બોમ્બના પિતા કરીકે જાણીતા રોબર્ટ ઓપેનહેમરની બાયોપિક શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતમાં ખુબ જ સારો દેખાવ કરી રહી છે, ત્યારે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મમાં એક સિક્વન્સે કેટલાક ભારતીય મૂવી જોનારાઓને નારાજ કર્યા છે. જે. રોબર્ટ ઓપેનહેમરના જીવન પર આધારિત ક્રિસ્ટોફર નોલનની ફિલ્મે ભગવત ગીતાના સંદર્ભે ઘણા ભારતીય ફિલ્મ ચાહકોને ગુસ્સે કર્યા છે.
ફિલ્મ વિવાદમા ઘેરાઈ: સેન્સર બોર્ડે આ સીનને કેવી રીતે ક્લિયર કર્યો તે જાણવા માટે ઘણા લોકો ટ્વિટર પર જવાબ શોધી રહ્યાં છે. આ દ્રશ્ય જોયા બાદ તરત જ સોશિયલ મીડિયા પર વિરોધ ફાટી નિકળ્યો છે. તેમાં એક પત્રકાર ઉદય માહુરકર પણ હતા. ઉદય માહુરકરને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા માહિતી કમિશ્નર તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. વધુમાં તેઓ માહુરકર સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્થાપક છે.
ટ્વિટર યુઝર્સોની કોમેન્ટ: માહુરકરે ટ્વિટર પર નોલનને પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું છે કે, ''બધા મુંઝવણમાં છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફેકેશન આ દ્રશ્ય સાથેની ફિલ્મને કેવી રીતે સંમતી આપી શકે." પ્રશ્નમાંનું દ્રશ્ય એ છે કે, જ્યારે મુખ્ય પાત્ર ઓપેનહેમર-સિલિયન મર્ફી, જીન ટેટલોક-ફ્લોરેન્સને પ્રેમ કરી રહ્યો છે. આ દરમિયાન ભગવદ ગીતાના એક અંશનું ઉદાહરણ આપે છે.
અખબારી નિવેદન: સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનનું અખબારી નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ''ફિલ્મમાં એક મહિસા પુરુષ સાથે સંભોગ કરતી વખતે જોર જોરથી ભગવત ગીત વાંચે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ અંગેની તાત્કાલિક તપાસ થવી જોઈએ. આ સાથે જે પણ સામેલ છે તેમને કડક સજા થવી જોઈએ.'' કેટલાક ટ્વિટર યુઝર્સે ફિલ્મનો બહિષ્કાર કરવાની રિક્વેસ્ટ કરી છે. જ્યારે કેટલકા લોકો જથ્થાબંધ ટિકિટો રદ કરી રહ્યાં છે.
સેન્સર બોર્ડને કર્યો પ્રશ્ન: હવે આ ઘટનનાને લઈ યુઝર્સો ટિકા કરી રહ્યાં છે. એક ટ્વિટર યુઝર્સે લખ્યું છે કે, ''આ આપણી સંસ્કૃતિને બદનામ કરવાનો પ્રયાસ છે અને ભારતીય સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને કેવી રીતે મંજુરી આપવામાં આવે છે. આ ફિલ્મને પ્રતિબંધિત કરો.'' અન્ય યુઝરે લખ્યું છે કે, ''અપમાનજનક, જો સાચું હોય તો તેને દરેક ફ્રન્ટ અથવા એંગલથી પડકારવો જોઈએ.'' ઘણા લોકોએ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પણ પ્રશ્નો કર્યો હતો.
- Ranveer Singh Bareilly: આલિયા ભટ્ટ રણવીર સિંહ પહોંચ્યા બરેલી, ઝુમકા ચોક ખાતે જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
- Btown Couples અનન્યા પાંડે આદિત્ય રોય કપૂર મુંબઈમાં એક સાથે જોવા મળ્યા, તસવીર વાયરલ
- Palak Tiwari: ઈબ્રાહિમ અલી ખાનના હાથમાં પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું, તસવીર વાયરલ