ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

First Look : 'જવાન' રિલીઝ પહેલા, નયનતારાની એક તસવીર ટ્વિટર પર વાયરલ - TRAILER OF JAWAN BUZZ ON SOCIAL MEDIA

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'ની દર્શકો ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ નયનતારાની બોલિવૂડ ડેબ્યૂ પણ છે, જે શાહરૂખ ખાન સાથે જોવા મળશે. તેના ટ્રેલર રિલીઝ પહેલા, નયનતારાની એક તસવીર ટ્વિટર પર વાયરલ થઈ રહી છે.

Etv BharatFirst Look
Etv BharatFirst Look

By

Published : Jul 8, 2023, 4:31 PM IST

હૈદરાબાદઃપઠાણની સફળતા પછી શાહરૂખ ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યા છે. જો કે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ફિલ્મની રિલીઝ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, પરંતુ તે પહેલા કિંગ ખાનના ચાહકો જવાનના ટ્રેલરની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હવે જવાનના ટ્રેલરને લઈને એક વીડિયો શેર કરવામાં આવ્યો છે.

પ્રોડક્શન હાઉસે એક નવું અપડેટ આપ્યું: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર જવાન ફિલ્મની એક્ટ્રેસનો ફર્સ્ટ લુક કહેવામાં આવી રહી છે. ફેન પેજ પર આ તસવીર શેર કરવામાં આવી છે, પરંતુ મેકર્સ દ્વારા આવી કોઈ તસવીર જાહેર કરવામાં આવી નથી. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસે ફિલ્મ જવાનને લઈને એક નવું અપડેટ આપ્યું છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે જણાવ્યું છે કે, ફિલ્મના ટ્રેલરની લોન્ચિંગ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?: જવાન ફિલ્મની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ માટે ચાહકોને રાહ જોવી પડશે નહીં. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં અને વિશ્વભરના ઘણા સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

એક અદ્ભુત અનુભવ:'જવાન' વિશે વાત કરતા શાહરૂખ ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "'જવાન' એક સાર્વભૌમિક વાર્તા છે જે ભાષાઓ અને ભૌગોલિક વિસ્તારોથી આગળ વધે છે અને તે બધાને ગમશે. આ ફિલ્મ બનાવવા માટે તમામ શ્રેય એટલીને જાય છે, પણ મારા માટે એક અદ્ભુત અનુભવ છે કારણ કે, મને એક્શન ફિલ્મો ગમે છે!

શાહરુખની આવનાર ફિલ્મો: શાહરૂખ ખાન આ વર્ષે ફિલ્મ 'જવાન' અને 'ડંકી' માં જોવા મળશે. ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે જ્યારે રાજકુમાર હિરાનીની 'ડંકી' વર્ષના અંતમાં રિલીઝ થશે.

આ પણ વાંચો:

  1. Manoj Muntashir : મનોજ મુન્તશીરને દેશ સમક્ષ ઝુકવું પડ્યું, 'આદિપુરુષ' માટે હાથ જોડીને જનતાની માફી માંગી
  2. Bachubhai Trailer: સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર 'બચુભાઈ'નું ટ્રેલર રિલીઝ, જુઓ અહિં કોમેડી વીડિયો

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details