હૈદરાબાદ: મુંબઈ પોલીસે સ્ટાર દંપતી કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં (Katrina Vicky death threats case ) મનવિન્દર સિંહને ઝડપી લીધો છે. વિકી દ્વારા એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેણે તેની બ્રિટિશ-પત્ની, અભિનેત્રી કેટરિનાને કથિત (Katrina Vicky death threats case updates ) રીતે ધમકી આપી હતી.
આ પણ વાંચો:કેટરિના અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની મળી ધમકી
મુંબઈ પોલીસે મનવિન્દર સિંહની ધરપકડ કરી: સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ પોસ્ટ કરવા અને 39 વર્ષીય કેટરિનાનો પીછો કરવા બદલ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે મનવિન્દર સિંહની ધરપકડ કરી છે જે સ્ટ્રગલિંગ એક્ટર માનવામાં આવે છે અને ઈન્સ્ટાગ્રામ પર કેટરિનાનો પીછો કરી રહ્યો હતો.