મુંબઈઃબોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની આખરે ધરપકડ કરવામાં આવી છે. કેસની તપાસના સંદર્ભમાં, મુંબઈ પોલીસે રાજસ્થાનના જોધપુરમાં 21 વર્ષીય યુવકની અટકાયત કરી છે. રાજસ્થાન પોલીસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ પોલીસે આ વ્યક્તિને જોધપુરથી ઝડપી લીધો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ધમકી 18 માર્ચે સલમાન ખાનને આપવામાં આવી હતી. બાદમાં બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી અને અભિનેતાની સુરક્ષા વધારી દીધી.
આ પણ વાંચો:Shubh Yatra Film: 'શુભ યાત્રા' ફિલ્મનું મોશન પોસ્ટર કર્યું જાહેર, આ દિવસે આવશે થિએટર્સમાં
જાનથી મારી નાખવાની ધમકી: જોધપુરના લુની પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ઈશ્વરચંદ પારેકે જણાવ્યું કે, 18 માર્ચે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ. આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ઈમેલ સલમાન ખાનને રાજસ્થાનના જોધપુરથી મોકલવામાં આવ્યો હતો.