ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

મલયાલમ અભિનેત્રી અંબિકા રાવનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

મલયાલમ ફિલ્મ અભિનેત્રી અંબિકા રાવ, (Malayalam actor Ambika Rao passes away) જે ફિલ્મ 'કુમ્બાલુંગી નાઇટ્સ' થી ખ્યાતિ મેળવે છે, તેનું 58 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું છે. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મલયાલમ અભિનેત્રી અંબિકા રાવનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ
મલયાલમ અભિનેત્રી અંબિકા રાવનું નિધન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

By

Published : Jun 28, 2022, 3:22 PM IST

મુંબઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (south film industries) એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં અભિનેત્રી અને આસિસ્ટન નિર્દેશક અંબિકા રાવનું નિધન (Malayalam actor Ambika Rao passes away) થયું છે. ફિલ્મ 'કુંબાલુંગી નાઇટ્સ' માટે પ્રખ્યાત અંબિકાના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવી રહ્યું છે. 27 જૂનની રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. માહિતી અનુસાર, 58 વર્ષીય અંબિકા કોરોના સામે લડી રહી હતી અને તેને એર્નાકુલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અંબિકાને રાહુલ અને સોહન નામના બે પુત્રો છે.

આ પણ વાંચો:રિદ્ધિમા કપૂર કેમ છે આટલી ખુશ, જૂઓ પોસ્ટ કરી આલિયા ભટ્ટને શું કહ્યું

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે: અંબિકાના કરિયર વિશે તમને જણાવી દઈએ કે તેણે 2002માં આવેલી ફિલ્મ 'ક્રિષ્ના ગોપાલકૃષ્ણ'થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે પૃથ્વીરાજ સુકુમારન, મામૂટી જેવા સ્ટાર્સની ઘણી ફિલ્મોમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. તાજેતરમાં, મલયાલી અભિનેતા એનડી પ્રસાદનો મૃતદેહ કોચી કલામસેરીમાં તેમના ઘરની બહાર ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળી નીતુ કપૂરે શું પ્રતિક્રિયા આપી, જૂઓ વીડિયો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું: દરમિયાન અંબિકા રાવના મૃત્યુના સમાચારથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને શોકનો માહોલ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે અને સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details