મુંબઈઃબોલિવૂડના 'કિંગ ખાન' શાહરૂખ ખાનની વિવાદાસ્પદ ફિલ્મ પઠાણના 'બેશરમ રંગ' (shah rukh khan besharam rang) ગીતમાં જ્યારે દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી હતી, ત્યારે જે હંગામો થયો હતો. તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ગીતને ટ્રિમ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સેન્સર બોર્ડે (besharam rang censored) પઠાણના નિર્માતાઓને ગીતમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. આ સાથે ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને (KRK advised) ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી અગત્યની સલાહ. આ ટ્વિટને લઈ અલગ અલગ કોમેન્ટ આવી રહી છે.
નિર્લજ્જતાપૂર્વક આ દ્રશ્ય કર્યું દૂર: ગયા વર્ષે તારીખ 12 ડિસેમ્બરે રિલીઝ થયેલ ફિલ્મનું પહેલું ગીત 'પઠાણ'ના બેશરમ રંગ પર સેન્સર બોર્ડના સૂચન પછી કાતર ચાલી ગઈ છે. જેમાં ભગવા રંગની બિકીની પહેરેલી દીપિકા પર હંગામો મચી ગયો હતો અને હવે આ ગીતમાંથી અશ્લીલ કેટેગરીમાં ગણાતા નિતંબ, સાઈડ પોઝના ક્લોઝ અપ શોટ્સ હટાવી દેવામાં આવ્યા છે. 'બહુત તંગ કિયા' ગીતની પંક્તિના તે બધા શોટ્સ અને વિઝ્યુઅલ્સ પણ કાપવામાં આવ્યા છે.
આ શબ્દોને પણ મારી કાતર:મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે માત્ર ગીત પર જ નહીં પરંતુ ફિલ્મના કેટલાક ડાયલોગના શબ્દો પર પણ વાંધો ઉઠાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં RAW શબ્દને 'હમારે' અને 'લંગડે લુલે'થી બદલીને 'ટુટે ફુટે' અને 'PM'ને 'રાષ્ટ્રપતિ અથવા મંત્રી' કરવામાં આવ્યો છે. આ સિવાય 13 જગ્યાએથી PMO શબ્દ હટાવી દેવામાં આવ્યો છે.
આપણી ભારત માતા: એટલું જ નહીં ફિલ્મમાં અશોક ચક્રને 'વીર એવોર્ડ', 'પૂર્વ કેજીબી'ને ભૂતપૂર્વ એસબીયુ અને 'શ્રીમતી ભારતમાતા'ને 'આપણી ભારતમાતા'માં બદલવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળે છે કે, ફિલ્મમાં સ્કોચના સ્થાને 'ડ્રિંક' શબ્દ આવ્યો છે અને 'બ્લેક જેલ, રશિયા' લખાણની જગ્યાએ હવે દર્શકોને માત્ર 'બ્લેક જેલ' જોવા મળશે.
KRKએ SRKને આપી સલાહ: KRKએ શાહરૂખ ખાનને પઠાણ નામ બદલવાની આપી સલાહ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ''SRK એક મોટો સ્ટાર છે, તેથી હું હજુ પણ માનું છું કે તેણે જિદ્દી ન હોવું જોઈએ. પબ્લિકની સામે નમવું ખોટું નથી. પબ્લિક ને હી તો સ્ટાર બનાયા હૈ. જ્યારે તમામ સમુદાયના લોકો તેની વિરુદ્ધ છે ત્યારે તેણે પઠાણનું નામ બદલવું જોઈએ. તેણે અફઘાનિસ્તાન.કાઉટ્સ નહીં પણ માત્ર ભારતીય જનતા માટે ફિલ્મ બનાવી છે.''