મુંબઈ: રાજસ્થાનમાં આવેલા સુર્યગઢ પલેસમાં શાહી લગ્ન કરનાર કિયારા અડવાણી પ્રગ્નેન્ટ થયાના સમાચારની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં મુંબઈમાં આ કપલના લગ્નનું રિસેપ્શન આપવા માટે યોજના બનાવી રહ્યું છે. આ સાથે મુંબઈમાં રિસેપ્શન ક્યારે અને ક્યાં યોજાશે તેની માહિતી પણ બહાર આવી ગઈ છે. એટલું જ નહિં પરંતુ આમંત્રણ કાર્ડ પણ લિક થઈ ગયાના સમાચાર ચર્ચામાં છે. ત્યારે આ વધુ એક લેટેસ્ટ સમાચાર આવતા ખડભડાટ મચી ગયો છે.
Kiara Advani Pregnant: કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ હશે, યુઝર્સે કહ્યું
આ પણ વાંચો:Lala Amarnath Biopic: રાજકુમાર હિરાણી ક્રિકેટના દિગ્ગજ લાલા અમરનાથ પર બાયોપિકનું કરશે નિર્દેશન
યુઝર્સેની પ્રતિક્રિયા: લગ્ન બાદ કિયારા અડવાણીની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં તેના હાથમાં સિંદૂર અને બંગડીઓ જોવા મળી રહી છે. તેના આ લુકથી ફેન્સ પણ આકર્ષાયા છે. આ દરમિયાન યુઝર્સ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમાંના કેટલાક યુઝર્સ એવા છે, જે કિયારાના પ્રેગ્નેન્ટ હોવાની વાત કરી રહ્યા છે.
Kiara Advani Pregnant: કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ હશે, યુઝર્સે કહ્યું
કિયારા અડવાણી પ્રગ્નેન્ટ: સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સિદ્ધાર્થ અને કિયારા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ દરમિયાન કિયારા બ્લેક સૂટમાં જોવા મળી રહી છેે. એક સ્ટોલ લગાવવામાં આવ્યો છે. હવે કિયારાના આ લુકને જોઈને યુઝર્સે માની લીધું છે કે, કિયારા બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની જેમ પ્રેગ્નન્ટ છે. યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે કે, કિયારા વારંવાર પોતાનું પેટ છુપાવી રહી છે. જેના કારણે તેને મેસેજ આવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ છે.
Kiara Advani Pregnant: કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ હશે, યુઝર્સે કહ્યું
આ પણ વાંચો:Hugh Hudson Dies: ચૅરિટ્સ ઑફ ફાયર ડિરેક્ટર હ્યુ હડસનનું થયું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર
કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ: આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે, 'અલબત્ત કિયારા પ્રેગ્નેન્ટ છે'. એક યુઝરે કપલને અભિનંદન આપતા લખ્યું છે કે, 'કિયારા તેના પેટને હંમેશા સ્કાર્ફથી કેમ છુપાવે છે, કપલને અભિનંદન.' એક યુઝરે લખ્યું કે, 'કિયારા પણ આલિયાની જેમ પ્રેગ્નન્ટ હશે.' વર્ષ 2018માં ફિલ્મ 'શેર શાહ' પર કામ શરૂ થયું હતું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને કિયારા લીડ રોલમાં હતા. સિદ્ધાર્થ અને કિયારા પહેલીવાર આ ફિલ્મના સેટ પર મળ્યા હતા. શેર શાહ ફિલ્મ દરમિયાન કપલ એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ડેટિંગ કરવા લાગ્યાં હતાં.