હૈદરાબાદ: બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં રહે છે. કંગના બોલિવુડથી લઈને રાજનીતિ સુધી ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતી છે. કંગના રનૌત વિરોધીઓને પ્રતિક્રિયા આપવા માટે પ્રખ્યાત છે. બોલિવુડની સાથે સાથે કંગના રાજનીતિ સાથે જોડાયેલા વિવાદોમાં પણ ઝંપલાવતી જોવા મળી છે. કંગના ઘણીવાર પોતાના મંતવ્યો ઉચ્ચ સ્વરમાં રજૂ કરે છે અને સ્પષ્ટપણે બોલે છે. હવે PM મોદી સાથે જોડાયેલા એક મામલામાં કંગના રનૌતે ફરી એકવાર તેમના વિરોધીઓને તેમની શાનદાર સ્ટાઈલમાં જડબાતોડ જવાબ આપ્યો છે.
Kangana Ranaut: PM મોદીના સમર્થનમાં આવી કંગના રનૌત, જાણો શું કહ્યું ? - PM મોદી
કંગના રનૌત સ્પષ્ટ વક્તા છે અને તે હંમેશા પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહે છે. તે ફિલ્મ ઉદ્યોગ અને સામાજીક મુદ્દાઓ સાથે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે અભિનેત્રી રાજકારણના મુદ્દાને લઈને ચર્ચામાં આવી છે. કંગના રનૌતે આ મામલામાં PM મોદીનો પક્ષ લીધો છે.
Published : Sep 13, 2023, 5:10 PM IST
જાણો કંગનાએ શું કહ્યું: કંગના રનૌતે X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''માણસના માથે કેવું કળિયુગ નાચી રહ્યું છે.'' તેમણે આગળ જણાવ્યું છે કે, ''આલ્કોહોલ મેડિકલી, ક્લિનીકલી અને સાયંટિફિક રીતે માનવ સિસ્ટમ માટે 100 ટકા નુકશાનકારક સાબિત થાય છે. ક્યા જો બાયડેન જમીન પે બેઠ કે હાથ સે ખાના ખા સકતા હૈ ક્યા ? શા માટે આપણા PMને તેમના હિત અને ધોરણોની નીચેની બાબતો વિશે ચિંતા કરવી જોઈએ ?''
PM મોદીને અભિનંદન પાઠવ્યા: કંગના રનૌતે હાલમાં જ દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત G20 કોન્ફરન્સમાં PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. કંગના રનૌતે આ કોન્ફરન્સનો એક વીડિયો અને તેમના એક્સ એકાઉન્ટ પર PM મોદીની તસવીર પણ શેર કરી હતી. કંગના રનૌતના ફિલ્મ વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે 'ચંદ્રમુખી' ફિલ્મથી સાઉથની ફિલ્મોમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ સપ્ટેમ્બર 2023માં રિલીઝ થવાની હતી, પરંતુ તેમની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.