હૈદરાબાદઃ બોલિવૂડ અને ક્રિકેટ એકબીજા સાથે કેટલા જોડાયેલા છે તે કહેવાની જરૂર નથી. એટલું જ કહી શકાય કે, બોલિવૂડ એક્ટ્રેસનું દિલ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માટે ધડકે છે. આનું તાજેતરનું ઉદાહરણ છે, ક્રિકેટર શુભમન ગિલ અને સારા અલી ખાન. બોલિવૂડ અને ક્રિકેટના સંબંધો અત્યાર સુધી સારા હતા. પરંતુ હવે ક્રિકેટરોએ પણ બોલિવૂડ સેલેબ્સની ફેશન અપનાવવાનું શરૂ કરી દીધું છે. જો ખાતરી ન હોય તો એક તાજેતરનું ઉદાહરણ દ્વારા જાણીએ. ટીમ ઈન્ડિયાના ઘાતક બોલર જસપ્રિતબુમરાહ(Jasprit Bumrah) નું નામ તો સાંભળ્યું જ હશે. વાસ્તવમાં બુમરાહ તેના નવા શર્ટથી ચર્ચામાં આવ્યો છે. કારણ કે, તેની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે, પરંતુ આ શર્ટ શા માટે ચર્ચામાં (Jasprit Bumrah and Balenciaga) છે.
જાણો લખતકિયા શર્ટ વિશે:ખરેખર ટીમ ઈન્ડિયાના બોલર જસપ્રિત બુમરાહે પહેરેલા શર્ટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ શર્ટ સ્પેનિશ ફેશન ડિઝાઇનર ક્રિસ્ટોબલ બાલેન્સિયાગાની કંપની બાલેન્સિયાગા બ્રાન્ડનું છે. આ ઉપરાંત તેની કિંમત 112,768 રૂપિયા (લગભગ એક લાખ 13 હજાર) છે. આ કંપનીનું મુખ્ય મથક પેરિસ (ફ્રાન્સ)માં છે અને તેની સ્થાપના વર્ષ 1919માં થઈ હતી.