અમેરિકાઃ 'એક્વામેન' (Aquaman) અને 'ગેમ ઓફ થ્રોન્સ' (Game of Thrones) ફેમ એક્ટર જેસન મોમોઆની કારને અકસ્માત (Jason Momoa car accident ) નડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસનની કાર એક બાઇક સવાર સાથે અથડાઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈને મોટી ઈજા થઈ નથી. ગત રવિવારે આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. મીડિયા અનુસાર, બાઇક સવાર ખૂબ જ ઝડપી હતો અને જેસનની કાર સાથે અથડાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને સામાન્ય ઇજાઓ થઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Darlings trailer: સસ્પેન્સ-કોમેડીથી ભરપૂર ફિલ્મ 'ડાર્લિંગ્સ'નું ટ્રેલર રિલીઝ
પોલીસે તપાસ શરુ કરી: ત્યારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને પોલીસે તેની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ બહાર આવ્યું નથી. આ દુર્ઘટના સવારે 11 વાગ્યે થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાઇકર ટર્નમાંથી કટ લઈને લેન કૂદી ગયો અને પછી જેસનની કાર સાથે સીધો અથડાઈ ગયો. કારની ટક્કર થતાં જ બાઇક સવાર નીચે પડી ગયો અને જેસન તરત જ તેની મદદ કરવા કારમાંથી બહાર નીકળી ગયો. પોલીસ અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે.