મુંબઈ: ફિલ્મ નિર્માતા કરણ જોહર માટે વર્ષ 2023 ખાસ છે. કરણ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો 25મું વર્ષ ઉજવી રહ્યાં છે.આ વર્ષને ભવ્ય બનાવવા માટે ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન ફિલ્મ નિર્માતાને વિઝનરી સ્ટોરીટેલિંગ અને સિનેમા પ્રત્યેના જબરદસ્ત જુસ્સાની ઉજવણી કરવા માટે તૈયાર છે. તો ચાલો જાણીએ કે, ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ને કેવી તૈયારી કરી છે.
સિનેમામાં 25 વર્ષ: તારીખ 11 થી 20 ઓગસ્ટ સુધી ચાલનાર આ શોકેસ ભારતીય સિનેમામાં કરણ જોહરના યોગદાનને પ્રદર્શિત કરશે. આ ખાસ પ્રસંગે કરણ જોહરના સન્માનમાં શ્રેણબદ્ધ કાર્યક્રમો અને વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરશે. વર્ષ 1998માં સુપરહિટ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' થી દિગ્દર્શક તરીકેની શરુઆત કરનાર કરણ જોહરે દર્શકોના દિલ જીતી લીધા છે. કરણ જોહરે પોતાના સૂઝબુઝથી અને અનોખી દ્રષ્ટ સાથે સ્ટોરી દર્શકો સમક્ષ રજુ કરીને ચાહકોને આકર્ષિત કર્યા છે.
ફિલ્મ નિર્માતાનું યોગદાન: ભારતીય સિનેમામાં અમિટ છાપ છોડી છે અને એક સારા દિગ્દર્શક તરીકેની નામના મેળવી છે. કરણ જોહરે માત્ર એક ફિલ્મ નિર્માતા તરીકે જ સફળતા મેળવી નથી, પરંતુ તેમણે નિર્માતા તરીકે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમના ઈન્ટરનેશનલ એક્લેમ્ડ પ્રોડક્શન હાઉસે ઘણી ફિલ્મો બનાવી છે, જેને વેશ્વિક સ્તરે સારી ઓળખ મળી છે. આ સિવાય કરણ જોહરે કેમેરાની સામે ઘણા ઉભરતા કાલાકારોને દર્શકોની સમક્ષ રજુ કર્યા છે.
અભિનેતાની લેટેસ્ટ ફિલ્મ: છ વર્ષ પછી, કરણ તેમની આગામી ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' સાથે ડિરેક્ટરની ખુરશી પર ફાછા ફર્યા છે. ફલ્મમાં રણવીર, આલિયા ભટ્ટ સહિત, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. તે આ વર્ષે તારીખ 28 જુલાઈએ સિનેમાઘરો રિલીઝ થવા માટે તૈયાર છે.
- Priyanka Chopra: પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ સેલેબ્સે પાઠવી શુભેચ્છા, અભિનેત્રીની ઝલક શેર કરી
- Bawaal Screening: 'બવાલ' સ્ક્રીનિંગમાં જાનવી કપૂર, તમન્ના ભાટિયા અને પૂજા હેગડેનું અફલાતું ગ્લેમર
- IFFI 2023: અનુરાગ ઠાકુરે વેબ સિરીઝ માટે નવી કેટેગરીની જાહેરાત કરી, ટ્વિટર પર તસવીર શેર