મુંબઈ: રંગોના તહેવાર કે જેને સામાન્ય ભાષામાં હોળી કહેવામાં આવે છે. કોઈને રંગો લગાવ્યા વગર હોળી એ હોળી નથી. હોળી પર સંબંધોમાં પ્રેમ વધે છે. હવે હોળી થઈ રહી છે. લગભગ સેલેબ્સે હોળીમાં તેમના પાર્ટનર, મિત્રો, સંબંધીઓ અને કોઈ ખાસ વ્યક્તિ સાથે મોજ મસ્તી કરવાનો પ્લાન બનાવ્યો હશે. પરંતુ અહીં હોળીની કેટલીક ખાસ ઉજવણી વિશે વાત કરતા આ 5 યુગલો વિશે વાત કરીશું, જે લગ્ન પછી તેમના જીવનસાથી સાથે તેમની પ્રથમ હોળી ઉજવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો:Nawazuddin Siddiqui: પૂર્વ પત્ની સાથેના વિવાદ પર નવાઝુદ્દીને મૌન તોડ્યું, લાંબી નોટ કરી શેર, કહ્યાં મોટા ખુલાશા
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી: વર્ષ 2023ની શરૂઆત ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ અને બોલિવૂડના મજબૂત અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી આ પ્રથમ હોળી છે. આ કપલે તારીખ 27 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. હવે કપલ તેમની પ્રથમ હોળીની ઉજવણી કરી રહ્યું છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી: બોલિવૂડના સુંદર યુગલોમાંના એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ કપલે પહેલા સંબંધીઓ અને પછી મુંબઈમાં સેલેબ્સને ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. હવે આ હોળીમાં કપલ શું ધડાકો કરી રહ્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ: બોલિવૂડના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગયા વર્ષે તારીખ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા. આ કપલે હોળીના બીજા જ મહિને લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં તે સાથે હોળી રમવાનું ચૂકી ગયા હતાં. પરંતુ આ હોળી 2023 કપલ માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, તે તેની પુત્રી રાહા સાથે તેનો આનંદ માણશે.
આ પણ વાંચો:Bholaa Trailer Out: અજય દેવગણ સ્ટારર ફિલ્મ ભોલાનું ટ્રેલર રિલીઝ, અહિં જાણો ફિલ્મ વિશે
અલી ફઝલ અને રિચા ચડ્ડા: બોલિવૂડનું વધુ એક સુંદર કપલ અલી ફઝલ અને રિચા ચડ્ડા આ વર્ષે તેમની પ્રથમ હોળી ઉજવવા જઈ રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તારીખ 4 ઓક્ટોબર 2022ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા.
હંસિકા મોટવાણી અને સોહેલ: બોલિવૂડમાં બાળ અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી હંસિકા મોટવાણી સાઉથ સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે સક્રિય છે. હંસિકાએ તારીખ 4 ડિસેમ્બર 2022ના રોજ બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે સાત ફેરા લીધા હતા અને હવે લગ્ન પછી તેના પાર્ટનર સાથે આ તેની પહેલી હોળી ઉજવી રહી છે.