ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Hardik Natasa Wedding: ક્રિકેટરના આવા ફોટો કદી નહીં જોયા હોય, આટલી મસ્ત લાગે છે નતાશા

ભારતીય ક્રિકેટર અને અભિનેત્રી નતાશાએ તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ઉદેયપુરમાં ક્રિસ્તી પરંપરા અનુસાર બીજી વખત લગ્ન કર્યાં છે. બન્ને પરિવારના સદસ્યો અને VIP મહેમાનોએ હાજરી આપી લગ્નની શોભા વધારી હતી. આ લગ્નની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુઓ અહિં તસ્વીર.

Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના લગ્નની પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસ્વીર
Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના લગ્નની પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસ્વીર

By

Published : Feb 15, 2023, 12:24 PM IST

ઉદયપુર: ભારતિય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે મંગળવારે ખ્રિસ્તી સમારોહમાં તેમના લગ્ન કર્યા છે. આ લગ્ન તારીખ 14 ફેબ્રુઆરીના સાંજે રાજસ્થાન ખાતે ઉદયપુરમાં એક ફાઈવ સ્ટાર હોટલ રાફેલમાં બીજી વાર શાહી લગ્ન કર્યા હતાં. આ લગ્ન સમારોહમાં બન્ને પરિવારના સદસ્ય તથા VIP મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સાથે ફિલ્મ જગતના કલાકારો, ક્રિકેટરો, સ્પોર્ટસના ખેલાડીઓ અને ચાહકોએ હાર્દિક અને નતાશાને લગ્નની શુભેચ્છા પઠાવી હતી.

આ પણ વાંચો:Actor Javed Khan Passed Away : અભિનેતા જાવેદ ખાનનું થયું નિધન, ફેફસાની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા

સોશિયલ મીડીયામાં પોસ્ટ શેર: હાર્દિક અને નતાશાએ પોતાના લગ્નની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કેપ્શનમાં તેઓએ લખ્યું છે, "અમે 3 વર્ષ પહેલાં અમારી પ્રતિજ્ઞા સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારા પરિવાર અને મિત્રો અમારી સાથે હોવાથી અમે ખરેખર ધન્યતા અનુભવીએ છીએ." લગ્ન બાદ હાર્દિક અને નતાશાએ એકબીજાને અભિનંદન પાઠવ્યાં હતાં.

Hardik Natasa Wedding: હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના લગ્નની પોસ્ટ કરી શેર, જુઓ અહિં તસ્વીર

નવપરણિત કપલને પાઠવી શુભેચ્છા: નતાશાએ ટિપિકલ ક્રિશ્ચિયન દુલ્હન તરીકે સફેદ ગાઉન પહેર્યું હતું. તેમણે મોતીનો હાર પહેર્યો હતો અને તેના વાળ બનમાં બાંધ્યા હતા. હાર્દિકે બ્લેક સૂટ પહેર્યો હતો. હાર્દિક અને નતાસાએ કિસ કરી રહયાની તસ્વીર શેર કરી છે. ક્રિકેટર કેએલ રાહુલે લખ્યું, "અભિનંદન મિત્રો." નેહા ધૂપિયાએ લખ્યું, "તમને ત્રણેયને અને સમગ્ર પરિવારને અભિનંદન. અમારું હૃદય આંસુઓથી ભરાઈ ગયું છે સાનિયા મિર્ઝાએ લખ્યું, "અભિનંદન મિત્રો."

આ પણ વાંચો:Oscar Luncheon 2023: ઓસ્કર લંચ પાર્ટીમાં સ્ટાર્સ, 'નાટુ નાટુ' ગીતના સંગીતકારે પણ ભાગ લીધો

હાર્દિક અને નતાશાના લગ્ન: અહેવાલો અનુસાર અનુષ્કા શર્મા-વિરાટ કોહલી અને આથિયા શેટ્ટી-કેએલ રાહુલ પણ લગ્નમાં ઉપસ્થિત રહ્યાં હતાંં. તેઓ ગઈ કાલે એક એર્પોર્ટ પર જોવા મળ્યા હતા. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. COVID 19 લોકડાઉન દરમિયાન ગાંઠ બાંધતા પહેલા હાર્દિક અને નતાસાએ તારીખ 1 જાન્યુઆરી 2020ના રોજ ક્રુઝ પર સગાઈ કરી હતી. તેઓએ તારીખ 31 મે 2020ના રોજ નજીકના લગ્નમાં લગ્ન કર્યા હતાં. જુલાઇ 2020માં દંપતીને પુત્ર અસ્ત્ય પ્રાપ્ત થયો હતો.

ABOUT THE AUTHOR

...view details