ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Naresh Kanodiyana: નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી, ચાહકો થઈ રહ્યા છે આકર્ષિત - ડાન્સર અનુરાધા ચૌહાણ

નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે, જેને જોઈ દર્શકો થઈ રહ્યા છે આકર્ષિત. સોશિયલ મીડિયા પર એક કપલ છે જે, ખુબજ ચર્ચામાં છે. આ કપલ વિવિધ સ્થાને સ્ટેજ પર નરેશ કનોડિયાના હિટ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તેમના ડાન્સને જેવા માટે લોકોની ભીડ ભેગી થાય છે. નરેશ કનોડિના કોપી હિરોએ સોશિયલ મીડિયા પર દર્શકોના દિલમાં આગ લગાવી દીધી છે. જાણો અહિં આ સુપર ડાન્સર કપલ અને કોપી હિરો વિશે.

Naresh Kanodiyana: નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે, ચાહકો થઈ રહ્યા છે આકર્ષિત
Naresh Kanodiyana: નરેશ કનોડિયાના આ કોપી હિરોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે, ચાહકો થઈ રહ્યા છે આકર્ષિત

By

Published : Mar 27, 2023, 2:17 PM IST

Updated : Mar 27, 2023, 3:24 PM IST

હૈદરાબાદ: ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાએ સુપરહિટ ફિલ્મ આપી છે. આજે પણ તેમના હિટ ગીત ગુજરાતીઓને મુખે ગવાય છે. એટલું જ નહિં પરંતુ તેમનો ડાન્સ પણ અદભૂત છે. નરેશ કનોડિયાએ સુપર ડાન્સ અને શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. ઢોલિવુડમાં એક જ નામ ગુંજતુ હતું અને તે છે નરેશ કનોડિયા. નાના બાળકથી લઈને યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરુષ સૌ કોઈ તેમને ઓળખતાં હતાં. નરેશ કનોડિયાનું અવસાન તારીખ 27 ઓક્ટોમ્બર 2020માં થુયં હતું. અભિનેતા નરેશ કનોડિયા આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો તાજી કરી રહેલા તેમના કોપી હિરો જોવા મળે છે. આવા હિરોને જોવા માટે લોકોની ભીડ એકઠી થાય છે. તો ચાલો આવો જાણીએ નરેશ કનોડિયાના આ કોપી હિરો વિશે.

આ પણ વાંચો:Priyanka-Nick : પ્રિયંકા-નિક જોનાસ શનિવારની રાત્રિએ જોવા મળ્યા, ભાઈએ કરી ફની કમેન્ટ

નરેશ કનોડિયાના કોપી હિરો:આ અભિનેતાએ દર્શકોના દિલમાં આગ લગાવી દિધી છે. તેમની સ્ટાઈલ, દેખાવ, ડાન્સ, પહેરવેશ આ બધુ નરેેશ કનોડિયા જેવું જ લાગે છે. તેઓ અલગ અલગ જગ્યાએ સ્ટેજ પર કપલમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ જોડીએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દિધી છે. આ કપલની જોડીનો ડાન્સ જોઈ વખાણ કરતા થાકતા નથી. તેઓ નરેશ કનોડિયાના હિટ ગીત પર ડાન્સ કરતા હોય ત્યારે લોકોની નજર તેમના પરથી દુર થતી નથી. જ્યાં પણ આ કપલનો ડાન્સ પ્રોગ્રામ હોય ત્યાં લોકો જોવા માટે અધિરા થાય છે.

હિરો લલીત મંડલી: હા એજ હિરો છે, જેની વાત કરી રહ્યા છે. જેનું નામ છે લલીત મંડલી. તેઓ ગુજરાત રાજ્યના રારકોટના રહેવાશી છે. તેઓ અભિનેતા નરેશ કનોડિયા જેવા જ લાગે છે. તેમની વાળની ફેશનથી લઈને તેમની ડાન્સ કરવાની સ્ટાઈલ સુધી નરેશ કનોડિયાના જેવા જ દેખાય છે. ડાન્સર લલીત પણ પોતાના સોશિયલ મીડિયા પર ચાહકો માટે વીડિયો અને તસવીર શેર કરતા રહે છે.

આ પણ વાચો:Ram Charan Birthday: રામ ચરણના જન્મદિવસ પર તેમની બેસ્ટ ફિલ્મ પર એક નજર, જાણો અભિનેતાની કારકિર્દી

અનુરાધા ચૌહાણ:આ એક ડાન્સર અને મડેલ છે. તેમને લલીત મંડલી સાથે ગુજરાતી ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે. આ મોડલે પણ નરેશ કનોડિયાના હિટ ગીત પર અલગ અલગ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. તેમના વીડિયોમાં અનુરાધાની અદા પર દર્શકો ફિદા થઈ રહ્યાં છે. તેમના ફોલોઅર્સ પણ વધી રહ્યાં છે.

યુઝર્સની કોમેન્ટ:એક યુઝર્સે લખ્યું છે કે, ''શિરાનું શાક ના થાય. આજના વિડીયોમાં મારા ગુજરાતના એકટર લલીતભાઈની એક્ટિંગની વાતનાં થાય. વાલા સુપર.'' બીજા યુઝર્સે લખ્યું છે કે, ''લલીતભાઈ તમારો ઓર્ગેનાઈઝેશનનો કહો કે તમારા પ્રોગ્રામના નંબર ડિકલેર કરે. કારણ કે, લોકો પ્રોગ્રામ કરવા મથે છે ગામમાં પરંતુ નંબર નથી મળતો, લોકોનું મંતવ્યવવું છે.''ત્રીજાએ લખ્યું છે કે,''આપ નરેશ કી અભિનય કી તરહ ફિલ્મી ભી સૂટ હો સકતે હો મેરી માતા જી આપકો આગે બઢને કી આશીર્વાદ દે.'' ચોથા યુઝર્સે લખ્યું છે કે, "આ ભાઈને જો નરેશ કનોડીયાના ફિલ્મ ફરી વાર બનાવાનો મોકો આપવામાં આવે તો ગૂજરાતી ફિલ્મ સાઉથ ને પણ પાછા પાડી શકે.''

Last Updated : Mar 27, 2023, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details