ગુજરાત

gujarat

Ganesh Acharya Against Complaint: કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ FIR દાખલ

By

Published : Apr 1, 2022, 12:59 PM IST

ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય (Ganesh Acharya Against Complaint) પર એક મહિલા ડાન્સની જાતીય સતામણી, પીછો કરવાનો અને જાસૂસી કરવાના આરોપ સાથે પોલીસ કેસ કરવામાં આવ્યો (Ganesh Acharya Case) છે.

Ganesh Acharya Against Complaint: કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય  વિરુદ્ધ FIR દાખલ
Ganesh Acharya Against Complaint: કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિરુદ્ધ FIR દાખલ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડના દિગ્ગજ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ પોલીસે કોરિયોગ્રાફર વિરુદ્ધ કો-ડાન્સર પર યૌન શોષણ, પીછો કરવા અને તેની જાસૂસી કરવા બદલ કેસ નોંધ્યો (Ganesh Acharya Against Complaint) છે. આ કેસ 2020નો છે અને તાજેતરમાં જ કોરિયોગ્રાફર વિરુદ્ધ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ (Ganesh Acharya Case) કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Ranbir kapoor statment: રણબીર કપૂરના નિવેદન પર રણધીર કપૂરે ઠાલ્વયો આક્રોશ...

અનેક કલમો હેઠળ કેસ: આ મામલામાં પોલીસે કોરિયોગ્રાફર અને તેના સહાયક વિરુદ્ધ અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ સંજોગોમાં કોરિયોગ્રાફરના સહાયકે જણાવ્યું કે, "તેમને ચાર્જશીટ અંગે જાણ કરવામાં આવી હતી".

આ મામલો 2020નો: મહિલા ડાન્સરના જણાવ્યા અનુસાર, તેણે વર્ષ 2020માં એક મીટિંગમાં ગણેશ આચાર્યના કાર્યોનો વિરોધ કર્યો હતો, જેના પગલે તેણે મારી સાથે દુર્વવ્યહાર કર્યો હતો. આ ઉપરાંત, કોરિયોગ્રાફરના સહાયકે મહિલા ડાન્સર સાથે મારપીટ પણ કરી હતી. પીડિતાએ ઉજાગર કર્યું કે, એક મહિલા અસિસ્ટંટે મને ગાળ પણ આપી અને મને બદનામ કરવાની સાથે સાથે માર પણ માર્યો હતો. આ બાદ હું બન્નેની ફરિયાદ લઇને પોલિસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં પોલીસે ફરિયાદ નોંધવાથી ઇન્કાર કરી દીધો હતો. આ બાદ વકીલની સહાયથી ફરિયાદ નોંધાવી હતી.

ગણેશે 'ઊ અંટાવા'નું કોરિયોગ્રાફ કર્યું હતું: ગણેશ આચાર્ય ભારતીય સિનેમાના જાણીતા કોરિયોગ્રાફર છે. હાલમાં જ તે સાઉથની ફિલ્મ 'પુષ્પા-ધ રાઇઝ-પાર્ટ-1'માં સુપરહિટ ગીત 'ઊ અંટાવા'નું કોરિયોગ્રાફ કરીને છવાયો હતો. આ પછી તેણે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'બચ્ચન પાંડે'ના ટાઈટલ સોંગ 'બચ્ચન પાંડે'નું પણ કોરિયોગ્રાફ કર્યું હતું. ગણેશ આચાર્યના ડાન્સનું હિટ લિસ્ટ ઘણું લાંબુ છે.

આ પણ વાંચો:Aryan khan drug case: NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસની મોહલત

ABOUT THE AUTHOR

...view details