મુંબઈ: 'ગદર 2' તારીખ 11 ઓગસ્ટે શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. એટલું જ નહિં પરંતુ 3 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર પોતાનો દબદબો જમાવ્યો હતો. આ ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. બોક્સ ઓફિસ કલેક્શનમાં 25 ટકાથી વધુનો વધારો થયો હતો.
બોક્સ ઓફિસ કલેક્શન: તારા સિંહ અને સકીનાની જોડી બોક્સ ઓફિસ પર તુફાન મચાવી રહી છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં શરુઆતના દિવસથી જ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે ફિલ્મે બે દિવસમાં 83 કરોડથી વધુની કમાણી કરી હતી. પ્રથમ રવિવાર સનીની ફિલ્મ માટે સુપરહિટ સાબિત થયો હતો. 'ગદર 2'એ રિલીઝના ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર પ્રથમ રવિવારે આ ફિલ્મે 52 થી 53 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. ફક્ત ત્રણ દિવસની કમાણી બાદ ભારતમાં 'ગદર 2'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 135 થી 136 કરોડ રુપિયા થઈ ગયું છે.
ગદર 2ની પઠાણ સાથે સ્પર્ધા: 'ગદર 2'એ ઓપનિંગ ડેના દિવસે 40.10 કરોડની કમાણી કરી હતી. 'ગદર 2'એ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' પછી બોક્સ ઓફિસ પર સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની હતી. 'પઠાણે' પ્રથમ દિવસે 55 કરોડ રુપિયાનો બીઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે 60 કરોડ અને ત્રીજા દિવસે 38 કરોડ રુપિયાની કમાણી કરી હતી. શાહરુખ ખાનની ફિલ્મે ત્રણ દિવસમાં 161 કરોડનો બિઝનેસ કર્યો છે.
ગદર 2ની ત્રણ દિવસની કુલ કમાણી: બીજી તરફ સની દેઓલની ફિલ્મે બીજા દિસવે 43.08 કરોડ અને ત્રીજા દિવસે 52 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ત્રણ દિવસમાં 135 કરોડનો આંકડો સ્પર્શ કર્યો હતો. હવે જોવાનું રહેશે કે, સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર શાહરુખ ખાનની ફિલ્મને ટક્કર આપીને સૌથી વધુ કમાણી કરે છે કે કેમ ?
- Jawan Twitter Case: શાહરુખ ખાનની 'જવાન'ની વીડિયો ક્લિપ ટ્વિટર પર થઈ વાયરલ, પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ
- Rajinikanth Jailer: રજનીકાંતની ફિલ્મે મચાવ્યું તુફાન, કેરળના Cm પિનરાઈ વિજયને પરિવર સાથે 'જેલર' નિહાળી
- Amitabh Bachchan Ro Khanna: Us કોંગ્રેસના સભ્ય ખન્નાએ અમિતાભ બચ્ચન વિશે કહી મોટી વાત, જાણી ઉડી જશે હોંસ