ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Fukrey 3 Release Date OUT: ફિલ્મ ફુકરે 3 ની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે થશે રિલીઝ

ફિલ્મ ફુકરે 3ની રિલીઝ ડેટ સામે આવી ગઈ (Fukrey 3 Release Date OUT) છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન પણ મૃગદીપ લાંબાએ કર્યું છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2013માં અને બીજો ભાગ 2017માં રિલીઝ થયો હતો. હવે જોવાનું રહેશે કે, ફિલ્મ 'ફુકરે 3' (Fukrey 3 Release) બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરશે. આ વખતે શું ચમત્કાર થશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે.

Fukrey 3 Release Date OUT: ફિલ્મ ફુકરે 3 ની રિલીઝ ડેટ થઈ ગઈ જાહેર
Fukrey 3 Release Date OUT: ફિલ્મ ફુકરે 3 ની રિલીઝ ડેટ થઈ ગઈ જાહેર

By

Published : Jan 24, 2023, 3:33 PM IST

મુંબઈઃ ફુલ ઓફ કોમેડી ફિલ્મ 'ફુકરે'ના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ફિલ્મ ફુકરે 3ની રિલીઝ ડેટ મંગળવારે તારીખ 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો કર્યો છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, મનજોત સિંહ, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી ફરી એકવાર દર્શકોને આકર્ષવા આવી રહ્યા છે.

આ પણ વાંચો:Oscars 2023: નામાંકિત ફિલ્મોની સંપૂર્ણ યાદી આજે જાહેર કરવામાં આવશે, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકો છો

ફિલ્મ ક્યારે રિલીઝ થશે:ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ફિલ્મ 'ફુકરે 3'ની રિલીઝ ડેટ જાહેર કરતી એક પોસ્ટ શેર કરી અને લખ્યું, 'આ વખતે એક ચમત્કાર થશે. સીધા જમનાપરથી, ફુકરે 3 આ વર્ષે તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન પણ મૃગદીપ લાંબાએ કર્યું છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2013માં અને બીજો ભાગ 2017માં રિલીઝ થયો હતો.

આ પણ વાંચો:Exclusive: 'પઠાણ'એ ફરી રચ્યો ઈતિહાસ, 100થી વધુ દેશમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

ફિલ્મ ફુકરેની કમાણી: ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની છે. ફિલ્મના પહેલા બે ભાગોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2013માં રિલીઝ થયો હતો. જેનું બજેટ માત્ર 8 કરોડ હતું. 'ફુકરે'એ બોક્સ ઓફિસ પર 50 કરોડનો બિઝનેસ કર્યો હતો. 4 વર્ષ પછી વર્ષ 2017 માં ફિલ્મ 'ફુકરે 2' ને બનાવવામાં 22 કરોડ રૂપિયાનો ખર્ચ થયો અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 106 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. હવે જોવાનું રહેશે કે, ફિલ્મ 'ફુકરે 3' બોક્સ ઓફિસ પર કેટલો કમાલ કરશે. આ વખતે શું ચમત્કાર થશે તે જાણવા માટે ચાહકો ઉત્સુક છે. જેના વિશે ફિલ્મના નિર્માતા ફરહાન અખ્તર જણાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details