ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Salman Khan: IIFA 2023માં ફેને સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જુઓ અભિનેતાનો પ્રતિભાવ - IIFA 2023માં સલમાન ખાન

અભિનેતા સલમાન ખાનને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ પ્રી ઈવેન્ટમાં એક મહિલાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસ્તાવ પર અભિનેતા દ્વારા આપવામાં આપેલા પ્રતિભાવથી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. સલમાન ખાનના આ ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IIFA 2023માં ફેને સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જુઓ અભિનેતાનો પ્રતિભાવ
IIFA 2023માં ફેને સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જુઓ અભિનેતાનો પ્રતિભાવ

By

Published : May 27, 2023, 4:08 PM IST

હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ઘણા લોકો પસંદ કરે છે અને ઉંમરની સાથે દબંગ અભિનેતાની ફેન ફોલોઈંગ સતત વધી રહી છે. તે હાલમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સની 23મી આવૃત્તિ માટે અબુ ધાબીમાં છે અને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જો કે, એક મહિલાએ લગ્નના પ્રસ્તાવથી સલમાનને ચોંકાવી દીધા પછી IIFA પૂર્વેની ઘટનાએ અણધાર્યો વળાંક લીધો છે. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

સલમાન ખાન ઈન્ટરવ્યુ: ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા ઇવેન્ટના એક વિડિયોમાં એક મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે, "સલમાન ખાન, હું હોલીવુડથી તને આ પ્રશ્ન પૂછવા માટે આવી છું. મેં જોયું તે જ ક્ષણે હું તારા પ્રેમમાં પડી ગઈ. તમે." આના પર સલમાને રમૂજથી કટાક્ષ કર્યો, "તમે શાહરૂખ ખાન વિશે વાત કરો છો, ખરું ?"

અભિનેતાએ આપ્યો પ્રતિભાવ: મહિલાએ વાતચીત ચાલુ રાખી અને કહ્યું, "હું સલમાન ખાનની વાત કરું છું. શું તમે મારી સાથે લગ્ન કરશો ?" આ સવાલ પર પ્રતિક્રિયા આપતા સલમાને રમતિયાળ રીતે કહ્યું, "મારા લગ્નના દિવસો પૂરા થઈ ગયા છે. તમારે મને 20 વર્ષ પહેલા મળવું જોઈતું હતું." અને પછી તે ચાલ્યા ગયા હતા. વીડિયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

યુઝર્સે કરી કોમેન્ટ: એક યુઝરે મજાકિયા કમેન્ટ કરતાં કહ્યું, "હું તારી સાથે લગ્ન નહીં કરી શકું પણ હું તને મારું ફાર્મ હાઉસ બતાવીશ." અન્ય એક યુઝરે તેના લુક પર કોમેન્ટ કરી અને લખ્યું, "સલમાન ભાઈ કા યે લુક દેખ કર 'કિક' ફિલ્મ કી યાદ આગઈ" વધુ એક યુઝરે લખ્યું, "સાદી કી બાત મત કરો ભાઈ કે સાથે''. અન્ય યુઝરે લખ્યું છે કે, ''ડાયરેક્ટ નો બક્વાસ અલવેઝ રોક્સ.''

સલમાન ખાનનો વર્કફ્રન્ટ: સલમાન આગામી 'ટાઇગર 3' માં કેટરિના કૈફ અને ઇમરાન હાશ્મી સાથે જોવા મળશે. YRF સ્પાય યુનિવર્સનો આ પાંચમો ભાગ છે અને 'ટાઇગર ઝિંદા હૈ'ની સિક્વલ છે. મનીષ શર્મા દ્વારા દિગ્દર્શિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત 'ટાઇગર 3' આ દિવાળી પર રિલીઝ થવા માટે તૈયાર છે.

  1. cannes 2023: અનુષ્કાની કાન્સમાં એન્ટ્રી, રેડ કાર્પેટ પર ધૂમ મચાવી
  2. IIFA 2023: સલમાન ખાને વિક્કી કૌશલને હગ કરીને કહી મોટી વાત
  3. Singer Kinjal Dave: સિંગર કિંજલ દવેએ Ipl મેચમાં 'મોર બની થનગાટ કરે' ગીત ગાયું, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details