હૈદરાબાદઃ બોલિવુડની સુંદર અભિનેત્રી એવલિન શર્માએ તેના ચાહકોને ખુશખબર આપી છે. અભિનેત્રીએ ગઈકાલે રાત્રે તેની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે ફરીથી માતા બની છે. અભિનેત્રીએ આ વખતે પુત્રને જન્મ આપ્યો છે. અભિનેત્રી બીજી વખત માતા બની છે. વર્ષ 2021 માં અભિનેત્રીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. હવે અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે અને અભિનેત્રીનો 'હમ દો હમારે દો' પરિવાર પૂર્ણ થઈ ગયો છે.
અભિનેત્રી માતા બની: એવલિને તેના નવજાત પુત્ર સાથેની તસવીરો પણ શેર કરી છે અને તેનું નામ પણ જણાવ્યું છે. અભિનેત્રી તેના 37માં જન્મદિવસ તારીખ 12 જુલાઈએ આવી રહ્યો છે તે પહેલા માતા બની ગઈ છે. અભિનેત્રી બે વર્ષમાં બે બાળકોની માતા બની છે. એવલિન બોલિવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પરંતુ તે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ 'યે જવાની હૈ દીવાની' માટે જાણીતી છે.
રણબીર કપૂરની આ અભિનેત્રી બીજી વખત માતા બની, આ વખતે પુત્રને જન્મ આપ્યો અભિનેત્રીની લગ્ન: પ્રશંસકો સાથે ખુશખબર શેર કરતા અભિનેત્રીએ તેના કેપ્શનમાં લખ્યું, 'ક્યારેય વિચાર્યું ન હતું કે, જન્મ આપ્યા પછી મને આટલું સારું લાગશે. હું ખૂબ ખુશ છું કે હું ટેરેસ પર ઉભા રહીને ગીત ગાઈ શકું છું. અમારા બેબી બોય આર્ડેનને હેલો કહો. એવલીને તારીખ 15 મે 2021ના રોજ તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. આ એક ખાનગી સમારોહ હતો, જેમાં પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.
અભિનેત્રીની તસવીર શેર: જ્યારે તારીખ 18 નવેમ્બર 2021ના રોજ એવલીને પુત્રીને જન્મ આપ્યો હતો. અભિનેત્રી તેના પરિવાર સાથે વિદેશમાં રહે છે. જાન્યુઆરી 2023 માં અભિનેત્રીએ તેના ચાહકોને તેની સંપૂર્ણ ગર્ભાવસ્થાના ખુશખબર આપ્યા હતા. તે દરમિયાન અભિનેત્રીએ એક ફોટો શેર કર્યો હતો, આ ફોટામાં અભિનેત્રીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો.
એવલિન શર્મા મૂવીઝ: જર્મન મોડલની બીજી પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકોએ તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. લગ્ન પછી એવલિન ફિલ્મોમાં જોવા મળી ન હતી. તેમની ફિલ્મોમાં 'યે જવાની હૈ દીવાની', 'નૌટંકી સાલા', 'યારિયાં', 'મેં તેરા હીરો', 'કુછ કુછ લોચા હૈ'નો સમાવેશ થાય છે. એવલીને બોલિવુડમાં ફિલ્મ ફ્રોમ સિડની વિથ લવથી એન્ટ્રી કરી હતી.
- Shah Rukh Khan: શાહરૂખ ખાનની ઈજા બાદ પીગળી ગયું રાખી સાવંતનું દિલ, વીડિયો વાયરલ
- Deep Veer : દીપિકાએ રણવીર સિંહના જન્મદિવસ પર કરી આવી મજેદાર પોસ્ટ, અભિનેતાએ કહ્યું ઓહ!
- Salaar Teaser Out :પ્રભાસની 'સાલાર'નું ટીઝર રિલીઝ, એક્શન અને સ્ટંટ તમારા દિમાગને ઉડાવી દેશે