ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

આ એક્ટર્સના ઘરે બંધાયુ પારણું, કપલને હરખનો પાર નહીં

અભિનેતા ધીરજ ધુપરના ઘરે કિકિયારી ગૂંજી ઉઠી છે. (dheeraj and vinny become parents of a baby boy) અભિનેતાની પત્ની વિન્ની અરોરાએ પુત્રને જન્મ આપ્યો છે.

Etv Bharatઆ એક્ટર્સના ઘરે બંધાયુ પારણું, કપલને હરખનો પાર નથી
Etv Bharatઆ એક્ટર્સના ઘરે બંધાયુ પારણું, કપલને હરખનો પાર નથી

By

Published : Aug 10, 2022, 1:49 PM IST

હૈદરાબાદ:ટીવી સીરિયલ કુંડળી ભાગ્ય ફેમ અભિનેતા ધીરજ ધૂપરના ઘરે કિકિયારી ગુંજી છે. અભિનેતાની પત્ની વિન્ની અરોરાએ પુત્રને જન્મ આપ્યો છે. આ કપલે સોશિયલ મીડિયા પર ફેન્સને આ ખુશખબર આપી છે. ધીરજે તેની પત્ની સાથે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના પિતા બનવાના સારા સમાચાર આપ્યા છે.

આ પણ વાંચો:લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ પહેલા આમિર ખાને સચખંડ શ્રી દરબાર સાહિબમાં કર્યા દર્શન

ધીરજ અને વિન્નીની મુલાકાત: તમને જણાવી દઈએ કે, ધીરજ અને વિન્નીની મુલાકાત વર્ષ 2009માં ટીવી સીરિયલ 'માતા-પિતાકે ચરણોમે સ્વર્ગ'ના સેટ પર થઈ હતી. તે જ સમયે, બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ 2016 માં લગ્ન કર્યા. દંપતી બાળકની રાહ જોઈ રહ્યું હતું અને ભગવાને તેમની વાત સાંભળી.

અભિનેતાની ખુશી: આ પહેલા કપલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીના સમાચાર જાહેર કર્યા હતા કે તેઓ માતા-પિતા બનવાના છે. હવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા ધીરજે લખ્યું છે કે, 'અમે ખુશીથી ભરાઈ ગયા છીએ, કારણ કે અમને એક પુત્ર છે'. અભિનેતાએ જણાવ્યું છે કે તેમના પુત્રનો જન્મ 10 ઓગસ્ટ 2022 ના રોજ થયો હતો અને તેણે એમ પણ લખ્યું હતું કે, 'ગર્વ માતા-પિતા વિન્ની અને ધીરજ'.

મે મહિનામાં બેબી શાવરની ઉજવણી કરી હતી: તમને જણાવી દઈએ કે, ધીરજ અને વિન્નીએ આ વર્ષે મે મહિનામાં બેબી શાવરની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનમાં દંપતીના નજીકના સંબંધી અને ટીવી સિરિયલ કુંડલી ભાગ્યની કો-સ્ટાર શ્રદ્ધા આર્યાએ હાજરી આપી હતી.

આ પણ વાંચો:બ્રેકઅપ બાદ સાથે જોવા મળ્યા શમિતા અને રાકેશ, મોં પર ખુશી છલકાઈ

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો: ધીરજના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ધીરજે તાજેતરમાં જ તેની પત્નીની સંભાળ રાખવા માટે ટીવી સિરિયલ કુંડળી ભાગ્ય છોડી દીધી છે. હવે એવા અહેવાલ છે કે ધીરજ લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજામાં જોવા મળશે, જેમાં નિયા શર્મા, શિલ્પા શિંદે અને પારસ કાલનાવત જેવા ટીવી સ્ટાર્સ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details