હૈદરાબાદ: રણબીર કપૂર ચાર વર્ષ પછી ફિલ્મ 'શમશેરા'થી મોટા પડદા પર ઉતર્યો છે. પરંતુ દર્શકોને રણબીર કપૂર પાસેથી જે અપેક્ષાઓ હતી તે બધી જ તુટી ગઈ. આ ફિલ્મ 22 જુલાઈના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 150 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ પાંચ દિવસમાં બોક્સ ઓફિસ (Box office earnings of Shamshera) પર ફેલ ગઈ છે. હવે ફિલ્મ ફ્લોપ થયા બાદ ફિલ્મના ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ ( Karan Malhotra says on failure of Shamshera) સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ફિલ્મ ફ્લોપ થવાથી દિગ્દર્શક દુખી છે.
આ પણ વાંચો:જૂઓ રણવીરના ન્યૂડ ફોટોશૂટ પર ભડકી શર્લિન ચોપરા
'તું મારો શમશેરા':આ અંગે કરણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, 'માય ડિયર શમશેરા, તું અદભૂત છે, આ પ્લેટફોર્મ પર મારી જાતને સાબિત કરવી મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ તે જગ્યા છે જ્યાં પ્રેમ, નફરત, ઉજવણી અને અપમાન બધું જ તારા માટે છે. , હું તમને છેલ્લા કેટલાક દિવસોથી આ રીતે છોડીને જવા માટે વારંવાર તમારી માફી માંગુ છું, કારણ કે હું તે નફરત અને ગુસ્સો સહન કરી શકતો ન હતો.