ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Naatu Naatu wins Oscar : મેગાસ્ટાર ચિરંજીવીની 'નાટુ-નાટુ' ઓસ્કાર જીતવા પર પ્રતિક્રિયા, રાજામૌલીના કર્યા વખાણ - મેગાસ્ટાર ચિરંજીવીની ઓસ્કાર જીતવા પર પ્રતિક્રિયા

વિશ્વભરમાં 1150 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનાર ફિલ્મ RRRના હિટ ગીત નાટુ-નાટુએ ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. આના પર રામ ચરણના પિતાની પ્રતિક્રિયા આવી છે. આ સંદર્ભમાં, રામ ચરણના પિતા ચિરંજીવીએ એક ટ્વીટ કર્યુ હતું.

Naatu Naatu wins Oscar
Naatu Naatu wins Oscar

By

Published : Mar 13, 2023, 1:07 PM IST

હૈદરાબાદઃ ભારત જેની રાહ જોઈ રહ્યું હતું તે જીત પૂરી થઈ ગઈ છે. હા, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'નું હિટ ટ્રેક 'નાટુ-નાટુ' ભારતની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું છે અને તેણે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. આ જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. સોશિયલ મીડિયા પર RRRની ટીમને અભિનંદનનો ધસારો થયો છે. વિશ્વભરમાં ધૂમ મચાવનાર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ RRR એ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મના સુપરહિટ ગીત નટુ-નટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.

દુનિયાભરમાંથી અભિનંદન: આ સારા સમાચારથી દેશભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. અહીં, યુઝર્સ સોશિયલ મીડિયા પર RRRની આખી ટીમને અભિનંદન આપી રહ્યા છે. હવે આ ઐતિહાસિક જીત પર ફિલ્મના લીડ એક્ટર રામ ચરણના પિતા અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવીની પ્રતિક્રિયા આવી છે. આ સંદર્ભમાં, રામ ચરણના પિતા ચિરંજીવીએ એક ટ્વીટ કરીને ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ફિલ્મના નિર્દેશક એસએસ રાજામૌલીના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો:PM Modi on Naatu Naatu: ભારતની ઓસ્કાર જીતથી ખુશ PM મોદીએ 'નાટુ-નાટુ' અને 'ધ એલિફન્ટ...'ની ટીમને પાઠવ્યા અભિનંદન

ચિરંજીવીનું ટ્વીટ: રામ ચરણના પિતા ચિરંજીવીએ એક પછી એક ટ્વીટ કરીને તેને દુનિયાભરમાં ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. 'નાટુ નાતુ' ગીતના ગીતકાર ચંદ્રબોઝની પત્ની સુચિત્રાએ જીત બાદ ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, આ માટે એસએસ રાજામૌલી સર અને તેમની પત્ની તેમજ નટુ નાટુના સંગીતકાર એમએમ કીરાવાણીને અભિનંદન આપવા માંગે છે, જેમની મહેનતથી આ ગીત તૈયાર થયું છે. આજે વિશ્વમાં ગુંજી રહ્યો છે.

દીપિકા પાદુકોણની આંખોમાં આંસુ આવી ગયા:બીજી તરફ ગીતને ઓસ્કાર મળ્યા બાદ નટુ નટુના સંગીતકાર એમ.એમ.કીરાવાણીએ સ્ટેજ પર પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી અને ગીતની સફળતા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ગીત સમગ્ર દેશને સમર્પિત કર્યું હતું. આ દરમિયાન ઓડિયન્સમાં બેઠેલી દીપિકા પાદુકોણની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details